તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લિંબાયતમાં મોડી રાત્રે સી.આર.નું પુતળાદહન

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
લિંબાયતમાંમોડી રાત્રે કેટલાક શખ્શો દ્વારા સી.આર પાટીલની નનામી કાઢી પુતળાનું દહન કરાયું હતું. છેલ્લા કેટલાક દિવસથી વિરોધપક્ષ સાથે ચાલી રહેલી માથાકુટમાં દહન કરાયું હોવાની શક્યતા છે.

રવિવારે મોડી રાત્રે લિંબાયતના નીલગીરી સર્કલ પાસે કેટલાક શખ્શોએ સાંસદ સભ્ય સી.આર પાટીલની નનામી કાઢી સંજયનગર સર્કલ પાસે પુતળાનું દહન કર્યુ હતું. છેલ્લા ઘણા સમયથી સી.આર પાટીલ દ્વારા ચલાવાઇ રહેલી સરમુખત્યારશાહી સામે વિરોધ થઇ રહ્યો છે ત્યારે જેના પડઘા મોડીરાતે લિંબાયતમાં જોવા મળ્યા હોય તેવું લાગી રહ્યું છે. પુતળાનું દહન કરનારા શખ્શો વિરોધ પક્ષના કાર્યકરો હોવાની શક્યતા છે. પોલીસે મામલે ફરિયાદ મળતાં ગુનો નોંધશે તેમ જણાવ્યું હતું. સમગ્ર ઘટના અંગે જાણ થતા સી.આર પાટીલના માણસો ઘટના સ્થળે ધસી આવતા પુતળા દહન કરનારા શખ્શો ઘટના સ્થળેથી નાસી ગયા હતા. ઘટનાને પગલે રાત્રે લિંબાયતમાં ટોળે ટોળાં બહાર આવ્યા હતા. જોકે પોલીસે સ્થળ પર પહોંચી ઝડપભેર પરિસ્થિતિ પર કાબુ મેળવી લીધો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારો મોટાભાગનો સમય પરિવાર તથા ફાયનાન્સ સાથે જોડાયેલાં કાર્યોમાં પસાર થશે અને પોઝિટિવ પરિણામો પણ સામે આવશે. કોઇપણ પરેશાનીમાં નજીકના સંબંધીનો સહયોગ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવઃ...

  વધુ વાંચો