• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • જો તું લગ્ન નહિ કરે તો હું તારા મોઢા પર એસિડ ફેંકીશ

જો તું લગ્ન નહિ કરે તો હું તારા મોઢા પર એસિડ ફેંકીશ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ક્રાઇમ રિપોર્ટર| સુરત ઃ રાંદેરની માધ્યમિક સ્કુલમાં ભણતી 17 વર્ષની વિદ્યાર્થિનીને તેના જ સાથી વિદ્યાર્થીએ કહ્યું કે ‘જો તું લગ્ન નહિ કરે તો હું તારા મોઢા પર એસિડ ફેંકીશ’ એમ કહી ધમકી આપતા રાંદેર પોલીસે છેડતીનો ગુનો નોંધી ધરપકડ કરી છે.

છેલ્લા ત્રણેક મહિનાથી 17 વર્ષની વિદ્યાર્થિનીને તેની સાથે સ્કુલમાં ભણતો 16 વર્ષનો વિદ્યાર્થી હેરાન પરેશાન કરતો હતો. એટલું જ નહિ બાઈક લઈને અવાર નવાર પીછો કરી પજવતો હતો. ધો-11માં ભણતી વિદ્યાર્થિની આ વિદ્યાર્થીથી કંટાળી ગઈ હતી. જેના કારણે તેણે માતા-પિતાને આ બાબતે વાત કરી હતી. રાંદેર પોલીસમાં વિદ્યાર્થિની માતાએ ફરિયાદ આપી હતી. જેના આધારે પોલીસે 16 વર્ષના કિશોરની સામે છેડતીનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી છે.

અન્ય સમાચારો પણ છે...