• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • મેરેથોનના રૂટ પર રોશની સાથે હાઇટેક ડિસ્પ્લે બોર્ડ

મેરેથોનના રૂટ પર રોશની સાથે હાઇટેક ડિસ્પ્લે બોર્ડ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રન ફોર ન્યૂ ઇન્ડિયાના રૂટ સજાવટમાં આયોજકોએ કોઇ કસર છોડી નથી. મેરેથોનના રૂટ પર હોર્ડિંગ્સ સાથે હાઇટેક એલઇડી ડિસ્પ્લે લગાવાયા છે. ટ્રાફિક આઇલેન્ડ પણ સજાવાયો છે. રૂટની સાથે અન્ય જગ્યાઓ પર રન ફોર ન્યૂ ઇન્ડિયાના બોર્ડ અને બેનરો લગાડાયાં છે.

નાઇટ મેરેથોન | વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાંજે 7 વાગ્યે લીલી ઝંડી બતાવશે
25મીએ દોઢ લાખ લોકો દોડશે, અઠવાગેટથી ડુમસનો રસ્તો બંધ
સિટી રિપોર્ટર | સુરત

સુરત ફ્યુચર ફાઉન્ડેશન અને ધારાસભ્ય હર્ષ સંઘવીના નેતૃત્ત્વમાં યોજાનારી નાઇટ મેરેથોનમાં સુરત શહેર સહિત ભારતભરમાંથી આશરે 1.50 લાખ દોડવીરો ભાગ લેશે. 5, 10, 21 અને 42 કિલોમીટરની દોડનો પ્રારંભ લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમથી થશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મેરેથોનને લીલી ઝંડી દેખાડવાના હોવાથી તંત્ર તેની તૈયારીમાં લાગી ગયું છે. પોલીસ કમિશનર સતીશ શર્માએ શુક્રવારે મેરેથોન રૂટ જાહેર કર્યો છે. આ મેરેથોનના રૂટ પર પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.

25મીએ પ્રધાનમંત્રીનો કાર્યક્રમ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 25 તારીખે સાંજે 6:50 કલાકે સુરત એરપોર્ટ પર ઊતરશે. એરપોર્ટથી લાલભાઇ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ પહોંચશે. 7 વાગ્યે સ્ટેડિયમથી રન ફોર ન્યૂ ઇન્ડિયાનાને લીલી ઝંડી બતાવશે. રાત્રે 8.10 કલાકે સુરત એરપોર્ટથી દિલ્હી જશે.

રવિવારે ટ્રાફિક વ્યવસ્થા આ મુજબ રહેશ
પ્રતિબંધિત વિસ્તાર | અઠવાગેટથી એચ.ક્યુ. ટી પોઇન્ટ, પાર્લે પોઇન્ટ બ્રિજ, એસવીએનઆઈટી કોલેજ સર્કલથી પીપલોદ કારગિલ ચોક, રાહુલરાજ મોલ, મગદલ્લા વાય જંક્શન, એસ.કે. નગર ચાર રસ્તા સુધી તેમજ મગદલ્લા વાય જંક્શનથી ઉધના-મગદલ્લા રોડ પર વેસુ ચાર રસ્તા, દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના બન્ને તરફના મેઇન રોડનો સમાવેશ થાય છે.

વૈકલ્પિક વ્યવસ્થા | અઠવાગેટથી ડુમસ તરફ જવા ઇચ્છતા લોકો મજૂરાગેટ, એલબી ટર્નિંગ, બ્રહ્માકુમારી માર્ગ, અણુવ્રત દ્વાર, વીઆઈપી રોડ, ખજોદ, આભવા થઈ ડુમસ જઈ શકશે. એ જ રીતે ડુમસથી અઠવાગેટ તરફ આવવા ઇચ્છતા લોકો એસ. કે. નગર ચાર રસ્તાથી જમણી બાજુ વીઆઈપી રોડ, ખજોદ તરફથી તેમજ ડાબી બાજુ ટર્ન લઈ હજીરા થઈ જઈ શકશે.

અન્ય સમાચારો પણ છે...