તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પત્નીની લાશ PM રૂમમાં મૂકી પતિ પલાયન થઈ ગયો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
હાંસોટમાંરહેતી એક પરિણીતા રસોઈ બનાવતી વેળા દાઝી જતાં સિવિલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. પરિણીતાનો પતિ તેને છોડી પલાયન થઈ ગયો હતો. તબીબે મૃતદેહનુ પેનલ પીએમ કર્યું હતું.

સિવિલ હોસ્પિટલ પાસે પ્રાપ્ત વિગત અનુસાર હાંસોટના ખરજગામે રહેતી સરસ્વતી ભરતસિંહ ઘેરવે (25) ગત રાત્રે ઘરમાં રસાઈ બનાવતી વખતે દાઝી જતાં સારવાર માટે તાત્કાલિક ભરુચની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાઈ હતી. જ્યાં તેણીની તબીયત વધુ ગંભીર બનતા વધુ સારવાર માટે સુરત નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાઈ હતી. જ્યાં ટુકી સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. જેથી તબીબે સરસ્વતીની લાશને પીએમ માટે ખસેડી હતી. સમયગાળા દરમિયાન તેણીનો પતિ ભરતસીંહ પલાયન થઈ ગયો હતો. ઘટનાની જાણ સિવિલ ચોકીના પોલીસને થતાં તેમણે તાત્કાલિક ઓપલાડ પોલીસને જાણ કરી હતી. હાલ પોલીસે તેના પતિની તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારો મોટાભાગનો સમય પરિવાર તથા ફાયનાન્સ સાથે જોડાયેલાં કાર્યોમાં પસાર થશે અને પોઝિટિવ પરિણામો પણ સામે આવશે. કોઇપણ પરેશાનીમાં નજીકના સંબંધીનો સહયોગ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવઃ...

  વધુ વાંચો