તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • ચૌટા બજારની વિવાદિત જગ્યા છૂટી કરવા ફરી દરખાસ્ત કરાઈ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચૌટા બજારની વિવાદિત જગ્યા છૂટી કરવા ફરી દરખાસ્ત કરાઈ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઇન્ફ્રાસ્ટ્રકચર રિપોર્ટર | સુરત

ચૌટાબજાર માછલી પીઠ પાસે આવેલી 700 ચોરસ મીટર જગ્યા રીઝર્વેશનમાંથી છૂટી કરવાની વિવાદિત દરખાસ્ત ફરી મંજૂરી માટે સ્થાયી સમિતિમાં રજુ કરવામાં આવી છે.

પાલિકાએ ચૌટા બજાર માછલી પીઠ ખાતે આવેલી 700 ચોરસ મીટર જગ્યા પર રીઝર્વેશન મુક્યુ છે. તે જગ્યા પર પાલિકાએ મલ્ટી લેવલ પાર્કિંગ બનાવવાનો નિર્ણય કર્યો હતો. પરંતુ નજીકમાં મલ્ટી લેવલ પાર્કિંગ બની ગયુ હોવાના કારણે જગ્યા સંપાદન કરવાની કાર્યવાહી પણ પાલિકાએ છેલ્લા કેટલાક વર્ષોથી કરી નથી. જ્યારે અન્ય ત્રણ જગ્યા પણ રીઝર્વેશન મુકત કરી દેવામાં આવ્યુ હોવાના કારણે જગ્યાને પણ રીઝર્વેશન મુકત કરવા માટે ધારાસભ્ય હર્ષ સંઘવીએ લેખિતમાં ભલામણ કરી હતી. ધારાસભ્યએ જગ્યા રીઝર્વેશન મુકત કરવા માટેની ભલામણ કરતા ભારે વિવાદ થયો હતો. શુક્રવારે મળનારી સ્થાયી સમિતિની બેઠકમાં ફરી દરખાસ્ત રજુ કરવામાં આવી છે.

શુક્રવારે લટકો ફટકો કરી નખાશે

બેવખત રજુ કરાયેલી દરખાસ્તનો બે ધારાસભ્યો, ડેપ્યુટી મેયરે વિરોધ કર્યો હતો. સોખડા ખાતે યોજાયેલી શિબિરમાં દરખાસ્તને મંજૂરી આપવા માટેનો અંતિમ નિર્ણય કરી દેવાયો છે. જેથી શુક્રવારના રોજ યોજાનારી સ્થાયીની બેઠકમાં મંજૂરી અપાય તેવી માહિતી મળી છે.

MLA સંઘવીની માછલીપીઠની જગ્યા છૂટી કરવા ભલામણ

આગામી સ્થાયીની બેઠકમાં મંજૂરી મળવાની શક્યતા

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

    વધુ વાંચો