તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Surat
 • શિસ્તભંગના પગલાંની શક્યતા જોઈ 20 કોર્પોરેટરે હાથ જોડ્યા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શિસ્તભંગના પગલાંની શક્યતા જોઈ 20 કોર્પોરેટરે હાથ જોડ્યા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સાંસદસી.આર. પાટીલ અને કોર્પોરેટર રવીન્દ્ર પાટીલ વચ્ચે શરૂ થયેલી આખલા લડાઇમાં 26 કોર્પોરેટરોએ પાલિકા કમિશનરને સામૂહિક સહીઓ સાથે આવેદનપત્ર આપ્યા બાદ રવીન્દ્ર પાટીલે શહેર ભાજપ પ્રમુખ ઉપરાંત પ્રદેશ ભાજપના હોદેદારોને મુદ્દે લેખિત ફરીયાદ કરી 26 કોર્પોરેટરો સામે શિસ્તભંગના પગલાં ભરવામાં આવે તેવી રજૂઆત કરી હતી, મામલો ગરમ થતાં 26 પૈકી 20 જેટલા કોર્પોરેટરો તો શહેર ભાજપ પ્રમુખ પાસે જઇને માફી પણ માંગી લીધી હોવાની વાત વહેતી થઇ છે. જો કે બાબતે સત્તાવાર રીતે કોઇ પણ કશું કહેવા તૈયાર નથી.

મેયરસાથે ગાંધીનગર ગયેલી મહિલા કોર્પોરેટરોને નેતાએ ખખડાવી હતી

મહિલાસશક્તિકરણના કાર્યક્રમમાં શહેરના મેયર ઉપરાંત તમામ મહિલા કોર્પોરેટર ગાંધીનગર ખાતે ભાગ લેવા ગયા હતા.ત્યારે લિંબાયતમાંથી પણ એક બસ ગાંધીનગર રવાના થઈ હતી, પરંતુ મેયરની આગેવાનીમાં ગાંધીનગર જવાનું હોવાથી ઉધના અને લિંબાયત વિસ્તારની મહિલા કોર્પોરેટર મેયરની સાથે ગયા હતા, જ્યારે લિંબાયતમાંથી રવાના થયેલી બસમાં મહિલા કોર્પોરેટર ગયા નહીં હોવાથી ભાજપના કદાવર નેતાઓએ ઉધના અને લિંબાયત વિસ્તારની મહિલા કોર્પોરેટરને બોલાવીને બરાબર ખખડાવી હતી. તેમાં એવું પણ કહેવામાં આવ્યું હતું કે તમને ટિકિટ કોણે અપાવી તે યાદ છે ને!

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારો મોટાભાગનો સમય પરિવાર તથા ફાયનાન્સ સાથે જોડાયેલાં કાર્યોમાં પસાર થશે અને પોઝિટિવ પરિણામો પણ સામે આવશે. કોઇપણ પરેશાનીમાં નજીકના સંબંધીનો સહયોગ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવઃ...

  વધુ વાંચો