તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Surat
 • નિયોલમાં ડીયર પાર્ક બનાવવા રાજ્ય સરકાર પાસે જગ્યા મંગાશે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નિયોલમાં ડીયર પાર્ક બનાવવા રાજ્ય સરકાર પાસે જગ્યા મંગાશે

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ઇન્ફ્રાસ્ટ્રકચર રિપોર્ટર |સુરત

મહાનગરપાલિકાએવર્ષ 2015-16ના બજેટમાં ડિયર પાર્ક બનાવવાની જાહેરાત કરી હતી. પરંતુ પાલિકા પાસે જગ્યા નહીં હોવાના કારણે ડિયર પાર્ક બનાવવા માટે રાજ્ય સરકાર પાસે જગ્યા માંગવાનુ નક્કી કરવામાં આવ્યુ હતુ.જેથી નિયોલ ખાતે 1.76 લાખ ચોરસ મીટર જગ્યા રાજ્ય સરકાર હસ્તક હોવાના કારણે જગ્યાની ફાળવણી પાલિકાને કરવામાં આવે તે માટેની મંજુરી માંગતી દરખાસ્ત સ્થાયી સમિતિ સમક્ષ રજુ કરવામાં આવી છે. જેથી રાજ્ય સરકાર દ્વારા નિયોલની જગ્યાની ફાળવણી પાલિકાને કરે તો તેના પર ડિયર પાર્ક ઉપરાંત શહેર પ્રાણીઓ અને પ્રાણીઓ માટેની હોસ્પિટલ બનાવવાનુ આયોજન કરવામાં આવ્યુ છે.

ઝુ ઓથોરીટી ઓફ ઇન્ડીયાએ આપેલી ગાઇડ લાઇન પ્રમાણે નેચર પાર્કમાં પ્રાણી અને પક્ષીઓ માટેની હોસ્પિટલ હોવી જોઇએ. તેમજ શહેર દરીયા કિનારે આવેલુ હોવા છતાં પાલિકા પાસે દરીયાઇ જીવો સરથાણા ઝુમાં ઓછી માત્રામાં છે. તેની સંખ્યામાં વધારો કરવા ઉપરાંત સરથાણા નેચર પાર્કમાં જે પ્રાણીઓ નથી તે પ્રાણીઓ લાવી શકાય તે માટે વધુ જગ્યાની જરૂર પડે તેમ છે. તેને ધ્યાને રાખીને નિયોલ ખાતે આવેલી 1.76 લાખ ચોરસ મીટર જગ્યા સરકાર પાસે માંગણી કરવામાં આવનાર છે.

પાંચ કરોડની જોગવાઇ થઈ હતી

વર્ષ 2015-16ના બજેટમાં પાલિકાએ ડિયર પાર્ક બનાવવા માટે પાંચ કરોડની જોગવાઇ કરી હતી. પરંતુ પાલિકા પાસે ડિયર પાર્ક બનાવવા માટે જગ્યા નહીં હોવાના કારણે આયોજનનને પડતુ મુકવામાં આવ્યુ હતુ. જેથી ડિયર પાર્ક માટે જરૂરી જમીન મેળવવા માટેની કાર્યવાહી પહેલા પાર પાડી દેવામાં આવ્યા બાદ ડિયર પાર્ક બનાવવાનુ આયોજન કરવામાં આવનાર છે.

10 વર્ષમાં શહેરની વસ્તી 1 કરોડની આસપાસ થઈ જશે

જેપ્રમાણે શહેરની વસ્તિમાં વધારો થઇ રહ્યો છે તે જોતા આગામી 10 વર્ષમાં પાલિકાની વસ્તિ એક કરોડની આસપાસ થવાની છે. જેથી મોટા કોઇ કાર્યક્રમનુ આયોજન કરવુ હોય તો પાલિકા પાસે મોટા પ્રમાણમાં ખુલ્લી જગ્યા નથી. જેના માટે અત્રોલી ખાતે આવેલા બ્લોક નંબર 120, 178 અને 270 પૈકી 2.52 લાખ ચોરસ મીટર જગ્યાની માંગણી કરવામાં આવનાર છે. જગ્યાની માંગણી કરવાની કાર્યવાહી શરૂ કરવા સ્થાયી સમિતિ સમક્ષ દરખાસ્ત રજુ કરવામાં આવી છે.

નિયોલમાં વધુ પ્રાણી રાખવામાં આવે તે માટે ઓપન સ્પેસ વધારવા અંત્રોલીમાં જગ્યાની માગણી કરવામાં આવશે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો