• Gujarati News
  • લોનના નાણા નહી ભરનારી સભાસદને એક માસની સજા

લોનના નાણા નહી ભરનારી સભાસદને એક માસની સજા

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વરાછારોડ વિસ્તારમાં આવેલી ધી મહિલા વિકાસ કો.ઓ. ક્રેડીટ સોસાયટીમાંથી લોન લઈ ચુકવણી પેટે અાપેલો ચેક રીટર્ન થવાના કેસમાં મહીલા સભાસદ સામે સોસાયટી દ્વારા કરાયેલી ફરીયાદ કોર્ટે મંજુર કરી એક માસની કેદ અને ચેકની રકમ વળતર તરીકે ચુકવવાનો હુકમ કર્યો હતો.

વરાછા વિસ્તારમાં આવેલી ધી મહિલા વિકાસ કો.ઓ.ક્રેડીટ સોસાયટીની સભાસદ કામિની પ્રકાશ રાવલે સોસાયટીમાંથી ગઈ તા.27મી નવેમ્બર 2011ના રોજ રૂ.50 હજારની લોન લીધી હતી. લોનના નાણાની ચુકવણી પેટે તેમણે તા.28મી ડીસેમ્બરના રોજ રૂ.10,122 નો ચેક આપ્યો હતો. જે ચેક રીટર્ન થતા સોસાયટી દ્વારા તેમની સામે ધી નેગોશીયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એક્ટ હેઠળ કોર્ટમાં ફરીયાદ કરી હતી.

જેની સુનાવણી હાથ ધરાતા કોર્ટે સોસાયટીની ફરીયાદ મંજુર કરી આરોપી કામિની રાવલને એક માસની જેલની સજા અને ચેકની રકમ વળતર તરીકે ફરીયાદીને ચુકવવાનો આદેશ ફરમાવ્યો હતો.સોસાયટી તરફે એડ્વોકેટ નરેશ નાવડીયાએ રજુઆતો તથા દલીલો કરી હતી