• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • આઇટીએ બિલ્ડર ગ્રુપનું એક જ બેન્ક એકાઉન્ટ ઍટેચ કરી બે કરોડ વસૂલ્યા

આઇટીએ બિલ્ડર ગ્રુપનું એક જ બેન્ક એકાઉન્ટ ઍટેચ કરી બે કરોડ વસૂલ્યા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રેવન્યુ રિપોર્ટર.સુરત | માર્ચ એન્ડિંગ નજીક આવતા આઇટી અધિકારીઓએ રિકવરી પ્રોસેસ તેજ કરી છે. આજે એક બિલ્ડર ગ્રુપનું એકાઉન્ટ સીઝ કરીને રૂપિયા બે કરોડની વસુલાત કરવામાં આવી હતી જ્યારે રિકવરીના જ અન્ય એક કેસમાં અલથાણના એક બિલ્ડર પાસેથી રૂપિયા 1.80 કરોડની વસુલાતને લીલીઝંડી આપી દેવામાં આવી હતી. આઇટી રૂપિયા 5500 કરોડના ટાર્ગેટથી હજી એક હજાર કરોડ જેટલું દુર છે એટલે આવનારા સમયમાં વેપારી આલમ પર રિકવરી સરવેની તલવાર લટકતી જ રહેશે.

અન્ય એક રિકવરી કેસમાં હાઇકોર્ટે 1.80 કરોડ વસૂલવા મંજૂરી આપી
રેન્જ-9 (જુની સિસ્ટમ મુજબ) ના ડેપ્યુટી કમિશનર એસ.એસ.રાઠીએ આજે વર્ષ 2013-14ની જુની રિકવરીના કેસમાં રૂપિયા બે કરોડ વસુલ્યા હતા. એલ.એચ.રોડના માધવ પાર્કમાં ઓફિસ ધરાવતા પાર્થ કોર્પોરેશન પાસે રૂપિયા 2.14 કરોડની ડિમાન્ડ હતી. જે વસુલવા માટે અગાઉ નોટિસો આપવામાં આવી હતી પરંતુ રિકવરી નહીં આવતા આખરે અધિકારીઓએ આ ગ્રુપનું બેન્ક ઓફ ઇન્ડિયામાં આવેલું એક એકાઉન્ટ સીઝ કર્યું હતું અને રૂપિયા 2.14 કરોડ વસૂલી લીધા હતા.

આ જ રીતે અલથાણના કે.જી.ડેવલપર્સના કેસમાં હાઇકોર્ટે ડિપાર્ટમેન્ટ તરફી આદેશ આપીને રૂપિયા 1.78 કરોડ વસુલવાના આદેશ કર્યા હતા. આ ગ્રુપની વર્ષ 2011-12 અને 2012-13ની રૂપિયા 1.08 કરોડની ડિમાન્ડ બાકી હતી. બિલ્ડર ગ્રુપ દ્વારા અગાઉની 80-આઇબીની સ્કીમમાં નિયમોનો ભંગ કર્યો હોય આ એડિશન કરવામાં આવ્યુ હતુ. જેની સામે બિલ્ડર ગ્રુપ અપીલ અને આઇટીએટી સુધી લડયુ હતુ જો કે, બંનેમાં આઇટી તરફી ઓર્ડર આવતા અધિકારીઓએ આ ગ્રુપનો રૂસ્તમપુરામાં આવેલો પ્લોટ ટાંચમાં લીધો હતો અને તેનું વેલ્યુએશન કરાવતા પ્લોટ રૂપિયા 90 લાખનો હોવાનું સામે આવ્યું હતું. આથી આઇટીએ તેની હરાજી કરવાનું નક્કી કર્યું હતું જેની સામે બિલ્ડર ગ્રુપ હાઇકોર્ટમાં પહોંચ્યું હતું. જ્યા કોર્ટે મૂળ રૂપિયા 1.08ની જગ્યાએ વધારાના 70 લાખ ભરવાનો ઓર્ડર કર્યો હતો. આઇટી અધિકારીઓએ કહ્યુ કે બિલ્ડર દ્વારા રૂપિયા 30 લાખ ભરી દેવાયા છે અને બાકીના રૂપિયા ચાર હપ્તામાં 25મી મે સુધી ભરવાના છે.

50 થી વધુ એકાઉન્ટ સીઝ
આઇટીએ રિકવરી માટે અત્યાર સુધી નાના-મોટા મળીને કુલ 50 જેટલાં બેન્ક એકાઉન્ટ સીઝ કરી દીધાં છે. પરંતુ તેમાં રિકવરી વધુ થઈ નથી. અધિકારીઓ કરતાં કરદાતા વધુ હોંશિયાર સાબિત થયા છે. તેઓએ એકાઉન્ટમાં રૂપિયા જ ડિપોઝિટ કર્યા નથી.

અન્ય સમાચારો પણ છે...