• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • 10 વેપારીને ત્યાં GSTના દરોડા, 60 લાખની ટેક્સ ચોરી પકડાઇ

10 વેપારીને ત્યાં GSTના દરોડા, 60 લાખની ટેક્સ ચોરી પકડાઇ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એસજીએસટી દ્વારા મંગળવારે દસ જેટલાં વેપારીઓના ઠેકાણે તપાસ આરંભી છે. જેમાં કેમિકલ, ઇલેકટ્રિકલ અને પેકેજિંગ મટિરિયલ્સના ધંધા સાથે સંકળાયેલાં વેપારીઓનો સમાવેશ થાય છે. પ્રારંભિક તબક્કે 60 લાખની ટેક્સ ચોરી પકડાઈ છે.

એસજીએસટી (સ્ટેટ ગુડઝ એન્ડ સર્વિસ ટેક્સ) દ્વારા આજે શહેરના રીંગરોડ, ઝાંપાબજાર અને કતારગામ ખાતેના વેપારીઓને નિશાના પર લેવાયા હતા. આ વેપારીઓએ અગાઉ વેટના કાયદામાં રિટર્ન અને ટેક્સના કેસમાં ગોટાળા કર્યા હતા. કાયદાના જાણકારો કહે છે કે આવું પહેલીવાર થઈ રહ્યુ છે જ્યારે કોઈ દરોડામાં બે કાયદાના હિસાબી ચોપડા ચેક કરવામાં આ‌વી રહ્યા હોય.

વારંવાર ક્રેડિટ માગનારા ભેરવાયા
જુનો સ્ટોક હોય કે રૂટિન ક્રેડિટ કેટલાંક વેપારીઓએ ખોટા ક્લેઇમ કરતાં હવે દરેક પ્રકારની ક્રેડિટ માંગનારા વેપારીઓને શંકાની નજરે જ જોવામાં આવી રહ્યા છે. નોંધનીય છે કે એક તરફ યાર્ન સહિત ટેક્સટાઇલના વેપારીઓ ઇ-વે બિલની ગેરહાજરીમાં બિન્દાસ્ત બિલ વગર માલ મોકલી રહ્યા છે અને કેટલાંક આગેવાનો વારંવાર ક્રેડિટની ડિમાન્ડ કરી રહ્યા છે જે બંને બાબતો જીએસટી અધિકારીઓના ધ્યાને આવી છે.

દરોડામાં શું ચેક કરાઈ રહ્યું છે?
વેપારીની જુના વેટના કાયદાની કોઈ જવાબદારી છે કે નહીં તે ચેક કરી રહ્યા છે, ઉપરાંત જીએસટી નંબર લેવાયો છે કે નહીં, ટર્નઓવર કેટલું છે વગેરે ચકાસી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...