• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • બીએસસીમાં વિદ્યાર્થીઓની સંખ્યા બે વર્ષમાં 2000 વધી

બીએસસીમાં વિદ્યાર્થીઓની સંખ્યા બે વર્ષમાં 2000 વધી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
28 ફેબ્રુઆરીના દિવસને નેશનલ સાયન્સ ડે તરીકે ઉજવવામાં આવે છે ત્યારે સુરતમાં પાછલા વર્ષોમાં પ્યોર સાયન્સ એટલે કે બીએસસી કોર્સમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યામાં સારો એવો વધારો થયો છે. છેલ્લા બે વર્ષમાં 2000 વિદ્યાર્થી વધી ગયા છે. તેની સામે કોલેજોની સંખ્યામાં પણ વધારો થઇ રહ્યો છે. દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન કોલેજોની વાત કરીયે તો, શૈક્ષણિક વર્ષ 2015-16માં 7,615 , વર્ષ 2016-17માં 8,116 અને વર્ષ 2017-18માં 9,717 વિદ્યાર્થીઓએ બીએસસીમાં પ્રવેશ લીધો છે. આમ દર વર્ષે બી.એસ.સીમાં પ્રવેશ મેળવનારા વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો થયો છે.

સાયન્સ કોલેજોની સંખ્યામાં વધારો
દક્ષિણ ગુજરાતમાં બીએસસી કોલેજોની વાત કરીયે તો 2016-17માં નવી 4 સરકારી અને 3 સેલ્ફ ફાયનાન્સ અને વર્ષ 2017-18માં નવી 4 સેલ્ફ ફાયનાન્સ કોલેજો શરૂ કરી છે. જ્યારે એન્જિનિયરિંગ કોલેજની સંખ્યા ઘટી રહી છે, રાજ્યભરમાં 2016માં 486 કોલેજ હતી. જે હાલ ઘટીને 461 પર પહોંચી ગઇ છે.

સહેલાઇથી નોકરી મળી જતાં વલણ બદલાયું
દક્ષિણ ગુજરાતમાં ઉદ્યોગોની સંખ્યા વધુ હોવાથી પ્યોર સાયન્સના વિદ્યાર્થીઓને પણ નોકરી મળી રહે છે. ઇજનેરી અને બીએસસી પછી પગારમાં એટલો તફાવત નહીં હોવાથી લોકો ઇજનેરીને બદલે બીએસસી તરફ વળી રહ્યા છે. ડો. કે.સી. પટેલ, માજી ડીન, સાયન્સ ફેકલ્ટી, વીએનએસજીયુ

અન્ય સમાચારો પણ છે...