• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • દીકરીના મોત અંગેની પિતા સામેની ફરિયાદ કોર્ટે રદ કરી

દીકરીના મોત અંગેની પિતા સામેની ફરિયાદ કોર્ટે રદ કરી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઉતરાણના 13 દિવસ અગાઉ ઉધના દરવાજા ખાતે ઓવર બ્રિજ ઉપર કારની સનરૂફમાંથી માથું બહાર કાઢીને મુસાફરીનો આનંદ માણી રહેલી પાંચ વર્ષિય ફાતિમાને પતંગની કાતિલ દોરી ભરખી ગઈ જતાં પોલીસે પતંગ ચગાવનાર અને કાર ચાલક પિતા યુનુસ કરોડિયા સામે પણ એફઆઇઆર નોંધી હતી.

આ અંગે બાળકીના પિતાએ હાઇકોર્ટમાં સ્થાનિક એડવોકેટ નદીમ ચૌધરી મારફત અરજી કરી ફરિયાદ જ રદ કરવાની દાદ માગી હતી. હાઇકોર્ટ આ અરજી મંજૂર કરી પિતા સામેની એફઆઇઆર જ રદ કરી હતી અને સાથે-સાથે હુકમમાં નોંધ્યું હતું કે વિદેશમાં કારના સનરૂફ તાજી હવા ખાવા માટેના ઉદેશ સાથે વપરાય છે. જ્યારે આપણે ત્યાં એન્ટરટેઇનમેન્ટ માટે વપરાય છે.

અરજદાર વતી દઇફરાઝ હવેલીવાલાએ દલીલ કરી હતી કે પિતા સામે ગુનાહિત બેદરકારીનો કેસ બનતો નથી. જો એક ટકો પણ માનીએ તો ઉતરાયણના દિવસે આ ઘટના બની હોય તો વાત જુદી હતી પરંતુ આ તો ઉતરાયણના 13 દિવસ પહેલાંની ઘટના છે.

અન્ય સમાચારો પણ છે...