• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • કોલેજે વર્ગો શરૂ કરી દીધા પરંતુ નેટની તાલીમમાં યુનિવર્સિટી ‘નાપાસ’

કોલેજે વર્ગો શરૂ કરી દીધા પરંતુ નેટની તાલીમમાં યુનિવર્સિટી ‘નાપાસ’

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રોફેસર અને લેકચરરની પોસ્ટ માટે અત્યંત જરૂરી એવી નેટની પરીક્ષાની તૈયારી માટે દક્ષિણ ગુજરાત વીર નર્મદ યુનિવર્સિટીમા કોઇ વર્ગ જ ચાલતા નહીં હોવાના કારણે વિદ્યાર્થીઓનું ભવિષ્ય ડામાડોળ જઇ જાય એ‌વી શક્યતા દેખાઇ રહી છે. યુજીસી માટે લેવાતી નેટની પરીક્ષા અંગેનું યોગ્ય માર્ગદર્શન મળી રહે તે માટે નેટના વર્ગો ચલાવવા માટેના કો-ઓર્ડિનેટરની પણ નિમણૂક કરવામાં આવી છે. જોકે, આ અંગે તપાસ કરવામાં આવતા યુનિવર્સિટીના એકદ બે ડિપાર્ટમેન્ટને બાદ કરતા કોઇ ડિપાર્ટમેન્ટ દ્વારા નેટના વર્ગો ચલાવવામાં આવ્યા નથી. જે ડિપાર્ટમેન્ટમાં આવા વર્ગો ચલાવવામાં આવ્યા છે તેમાં પણ નિયમિત પણે વર્ગો ચાલ્યા નથી. એક તરફ યુનિવર્સિટીમાં છેલ્લાં બે વર્ષથી પીએચડી માટેની પ્રવેશ પ્રક્રિયા થઇ નથી ત્યારે બીજી તરફ નેટ માટેના વર્ગો પણ નહીં ચાલતા હોવાના કારણે યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ અને પોતાનું પ્રોફેસર, લેક્ચરરમાં ભવિષ્ય બનાવવા ઇચ્છતા ઘણા વિદ્યાર્થીઓના ભાવિ સામે પ્રશ્નાર્થ ઊભો થાય તેમ છે. ત્યારે બીજી તરફ ફિઝિક્સના વિદ્યાર્થીઓની વહારે આવી એમટીબી કોલેજના આચાર્યે પોતાની કોલેજમાં નેટના વર્ગો શરૂ કર્યા છે. જેમાં નિ:શુલ્ક ભણાવવામાં આવી રહ્યું છે.

નેટમાં વેઠ | કો-ઓર્ડિનેટરની નિમણૂક તો કરવામાં આવી પણ માર્ગદર્શન આપનાર કોઈ નહીં
અન્ય સમાચારો પણ છે...