બે વર્ષની બાળકીનું માથુંં કૂકરમાં ફસાયું

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાંડેસરા મુક્તિ નગરમાં રહેતી 2 વર્ષીય પરી આશુતોષ તિવારીએ શનિવારે રમતા રમતા માથા પર કુકર મૂકી દેતા માથું વિચિત્ર રીતે ફસાઈ ગયું હતું. માતાએ કૂકર કાઢવાનો ઘણો પ્રયાસ કર્યો પરંતુ અસફળ રહી. તે પછી ઘર નજીક વેલ્ડિંગ વાળા પાસે ગયા હતા. જોકે, વેલ્ડીંગવાળાને પણ જોખમ લાગતા તેને સિવિલ હોસ્પિટલમાં લઇ આવ્યા હતા. સિવિલના ડોકટરો પણ પરીના માથામાં ફંસાયેલું કૂકર જોઇ ચોંકી ઉઠ્યા હતા. ઈમરજન્સી વિભાગમાં 12 તબીબોએ એક કલાકની ભારે જહેમત બાદ પરીના માથા માંથી કૂકર ને બહાર કાઢ્યું હતું. તબીબોએ કૂકરની કિનારી પરનો થોડોક ભાગ દૂર કરીને તેને જુદી જુદી રીતે એડજસ્ટ કર્યા પછી સિફ્તપૂર્વક બાળકીનું માથું તેમાંથી બહાર કાઢ્યું હતું.

પાંડેસરામાં રમતા રમતા બાળકીનું માથું કૂકરમાં ફસાઈ ગયું હતું.

અન્ય સમાચારો પણ છે...