• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • સુરત |દ.ગુના લઘુ ઉદ્યોગકારોને નિકાસ માટેનું પ્રોત્સાહનની સાથો સાથ તે અંગેની

સુરત |દ.ગુના લઘુ ઉદ્યોગકારોને નિકાસ માટેનું પ્રોત્સાહનની સાથો-સાથ તે અંગેની

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત |દ.ગુના લઘુ ઉદ્યોગકારોને નિકાસ માટેનું પ્રોત્સાહનની સાથો-સાથ તે અંગેની પ્રક્રિયા વિશે પણ માહિતી મળી રહે તે હેતુથી નવસારી સાંસદના પ્રયાસોથી ડાયરેક્ટર જનરલ ઓફ ફોરેન ટ્રેડ(ડીજીએફટી) દ્વારા ‘વિદેશ વ્યાપારની વાતો’ના નામથી રેડિયો શો આજથી શરૂ થવા જઇ રહ્યો છે. જેને સવારે 9:50 થી 10:00 સુધી 10 મિનિટ માટે પ્રસારીત કરવામાં આવશે. પ્રથમ એપિસોડ સી.આર.પાટીલ દ્વારા સંબોધિત કરાશે જેમાં તેઓ કેન્દ્વ સરકાર દ્વારા લઘુ ઉદ્યોગો માટે હાલ કાર્યરત સેવાઓ વિશે માહિતી સાથે તેનો લાભ કેવી રીતે મેળવી શકાય તે વિશે જાણકારી આપવામાં આવશે. ડીજીએફટીનો રેડિયો શો 10 એપિસોડમાં દર રવિવારે 10 મિનિટ માટે પ્રસારીત કરવામાં આવશે.

વિદેશ વ્યાપાર | નિકાસ કરવા ડીજીએફટીનો રેડિયો શો

અન્ય સમાચારો પણ છે...