• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • હાર્દિકને શુક્રવારના બદલે શનિવારે કોર્ટમાં રજૂ કર્યો

હાર્દિકને શુક્રવારના બદલે શનિવારે કોર્ટમાં રજૂ કર્યો

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજદ્રોહનાગુનામાં સુરત જેલમાં રહેલા પાટીદાર અનામત આંદોલનના કન્વીનર હાર્દિક પટેલને શનિવારે અચાનક કોર્ટ સમક્ષ રજૂ કરતા કોર્ટ રૂમમાં વકીલો અને સ્ટાફ પણ આશ્ચર્યમાં ગરકાવ થઇ ગયો હતો. શુક્રવારે હાર્દિક પટેલને હાજર કરવાની તારીખ હતી અને પોલીસ તેને શનિવારે લઇ આવી હતી. આખરે સુરત પોલીસને પોતાની ભુલ સમજાતા હાર્દિકને લઈ પરત સુરત રવાના થઇ ગઈ હતી. નોંધનીય છેકે, હાર્દિક પટેલ સામેના કેસમાં હવે આગામી 22મી જૂન પર સુનાવણી મુલતવી રહી છે. શુક્રવારેે ચિરાગ પટેલ, દિનેશ પટેલ સહિત અન્ય આરોપીઓ કોર્ટ સમક્ષ હાજર રહ્યા હતા જોકે પોલીસે હાર્દિકને લાવી હતી.

રાજદ્રોહ કેસમાં સુરતની લાજપોર જેલમાં છેલ્લા આઠ મહિનાથી જેલવાસ ભોગવી રહેલ આરોપી હાર્દિક પટેલને શનિવારે સુરત પોલીસ ચુસ્ત જાપ્તા સાથે અમદાવાદ સેશન્સ કોર્ટમાં રજૂ કરવા લઇ આવી હતી. હાર્દિક પટેલને અચાનક કોર્ટમાં લાવવામાં આવતા વકીલો અને કોર્ટના સ્ટાફમાં પણ ભાગદોડ મચી ગઈ હતી. હાર્દિકને શનિવારે કોર્ટમાં લાવવાનાં છે તેની જાણ હાર્દિકના વકીલોને પણ નહતી. જેથી હાર્દિક પટેલને કોર્ટમાં શા માટે લાવવામાં આવ્યો છે તે બાબતે તેના વકીલે પણ કોર્ટમાં આવી પોલીસને પૂછ્યું હતું.

આખરે સમગ્ર મામલે પોલીસને પૂછતા ખબર પડી હતી કે, કોર્ટની તારીખની સમજફેરને કારણે તેને શુક્રવારની તારીખને બદલે શનિવારે કોર્ટમાં રજૂ કર્યો છે. ત્યારબાદ કોર્ટે મામલે 22 જૂનની મુદત આપતા હાર્દિકને સુરત પરત લઇ જવાયો હતો. હાર્દિકને સેશન્સ કોર્ટમાં લાવવામાં આવ્યો હોવાનું જાણવા મળતા પાસનાં આગેવાનો અને પાટીદારો પણ કોર્ટ સંકુલમાં દોડી આવ્યા હતા. પરંતુ તેઓ હાર્દિકને મળી શક્યા નહીં. પોલીસ તેને ચુસ્ત બંદોબસ્ત સાથે પરત સુરત લઇ ગઇ હતી.

અન્ય સમાચારો પણ છે...