‘રાગની આગને ઠારવા વિરાગનું અમૃત જરૂરી’

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગોપીપુરાસ્થિત આચાર્ય ઓમકાર સૂરિશ્વરજી આરાધના ભવન ખાતે જૈનાચાર્ય પૂજ્ય કુલચન્દ્ર સૂરિશ્વરજી, જૈનાચાર્ય રશ્મિરાજ સૂરિશ્વરજી અને પંન્યાસ પ્રવર પદ્મદર્શન વિજયજી મહારાજની પાવન નિશ્રામાં ચાલતી ત્રિદિવસીય પ્રવચનમાળામાં પૂજ્ય પંન્યાસ પદ્મદર્શનજી મહારાજે જણાવ્યું હતું કે,જગતનાં ભૌતિક પદાર્થોમાંથી મનને ઊઠાવી લેવું તે વૈરાગ્ય કહેવાય. આજે મન ભૌૈતિકતા તરફ વિશેષ ભટકાયા કરે છે. પદાર્થો પ્રત્યેના લગાવ કરતાં પરમાત્મા તરફ તમારો લગાવ હોવો જોઇએ. પદાર્થોની માટેની ખેંચતાણ જીવનને ઝેર બનાવે છે. રાગની આગને બુઝવવા માટે ફાયર બ્રીગેડ કે ફાયર ફાઇટર કામે લાગતા નથી. રાગની આગને ઠારવા માટે વિરાગનું અમૃત જરૂરી છે. જે તમારું નથી તેને તમારું માનીને બેઠા છો તમારી ભયંકર ભ્રમણા છે. ભ્રમણાના જગતમાંથી બહાર નીકળો.

અન્ય સમાચારો પણ છે...