• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • ‘એક ઉપાશ્રયથી દાયકાઓ સુધી આધ્યાત્મિક ચેતના પ્રાપ્ત થઇ શકે’

‘એક ઉપાશ્રયથી દાયકાઓ સુધી આધ્યાત્મિક ચેતના પ્રાપ્ત થઇ શકે’

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાલવિસ્તારમાં શ્રાવક-શ્રાવિકાઓ માટે નવા ઉપાશ્રયનો શનિવારે વિવિધ આચાર્ય ભગવંતો અને સાધુ-સાધ્વીજી અને હજારોની સંખ્યામાં ઉપસ્થિત ભાવુકોની હાજરીમાં શિલાન્યાસ કરવામાં આવ્યો હતો.

સુરતમાં છેલ્લા 9 વર્ષથી ધાર્મિક પ્રવૃત્તિઓ માટે કાર્યરત શાંતિકનક જૈન ટ્રસ્ટે પાલ વિસ્તારમાં એક વિશાળ જગ્યામાં શ્રાવકો અને શ્રાવિકાઓ માટે બે અલગ-અલગ ઉપાશ્રયોનું આયોજન કર્યું છે. જેની પ્રથમ ઇંટ મુકવા રૂપે શિલાન્યાસ કરવાનો કાર્યક્રમ શનિવારે ભવ્યાતિભવ્ય રીતે ઉજવાયો હતો. શિલાન્યાસ કાર્યક્રમમાં 100 જેટલા સાધુ-સાધ્વીજી તથા 1000 જેટલા ભાવુકો ઉપસ્થિત રહ્યા હતા. જૈનાચાર્ય શાંતિચન્દ્ર સૂરિશ્વરજી મહારાજના આશીર્વાદથી જૈનાચાર્ય જિનચન્દ્ર સૂરિશ્વરજી મહારાજનની કૃપાથી અને જૈનાચાર્ય સંયમરત્ન સૂરિશ્વરજી મહારાજના શિષ્યરત્ન જૈનાચાર્ય યોગતિલક સૂરિશ્વરજીના માર્ગદર્શનથી ટ્રસ્ટ જૈનધર્મને લગતા અનેક કાર્યો કરી નવા કીર્તિમાન સ્થાપી રહ્યું છે. ઉપાશ્રયનું આયોજન તેનો એક ભાગ છે.

ઉપાશ્રયની ઉપયોગિતા વર્ણવતા પ્રસંગે આચાર્યશ્રીએ જણાવ્યું કે એક ઉપાશ્રય બનવાથી દાયકાઓ સુધી હજારો લોકો આધ્યાત્મિક ચેતના પ્રાપ્ત કરીને અનેકાનેક સમાજોપયોગી કાર્યો કરી આત્માનું ભવિષ્ય સુધારે છે. બીજા ઉંચા આધ્યાત્મિક લાભોની વાત જવા દઇએ તો પણ એક ઉપાશ્રય બનવાથી વર્ષે સરેરાસ 50,000 લોકો ઉપાશ્રયમાં વ્યાખ્યાન શ્રવણ કરી તેટલો પુરતો ઇલેક્ટ્રીક અને મોબાઇલનો ઉપયોગ સદ્દંતર બંધ કરી ગ્લોબલ વોર્મિંગની વિશ્વને રંજાડનારી સમસ્યા હળવી કરવામાં પોતાનો અમૂલ્ય ફાળો આપે છે.ઉપાશ્રયમાં આવી સદાચારની દિશામાં આગળ વધનારા સેંકડો લોકો પોતે તો માનસિક સુખ પામે છે સાથે સાથે અનેકને તેમા સહાયક બને છે માટે ઉપાશ્રય પ્રત્યેનો એપ્રોચ બદલવાની આજના બુદ્ધિજીવીઓએ ખાસ જરૂર છે .

100 સાધુ-સાધ્વીજીની હાજરીમાં પાલમાં ઉપાશ્રયનો શિલાન્યાસ

અન્ય સમાચારો પણ છે...