આજે ફાધર્સ ડે

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આજેફાધર્સ ડે છે, એક દિવસ પુરતો કેટલીય જગ્યાએ દેખાડો થશે, કોઇ જગ્યાએ પિતા તરફેની સાચી લાગણી પણ વ્યક્ત કરાશેે. પરંતુ જેને ઘરના મોભી કહેવાય એવા પિતા સામેનો સંતાનોનો પ્રેમ જ્યારે ત્રાસમાં બદલાય ત્યારે વડીલોએ નાછુટકે કાં તો ઘરડાં ઘરનો સહારો લેવો પડે છે કાં તો કોર્ટમાં ભરણપોષણની અરજી કરવી પડે છે. મોટાભાગના કેસમાં મિલકતના ઝઘડા પિતા અને સંતાનો વચ્ચે ખાય બની જાય છે તો અનેક કિસ્સામાં વહુ આવ્યા બાદ સંતાન પિતાથી દુર થઈ જાય છે. જે પિતા એક સમયે રાત-દિવસ આકરી મહેનત કરી પરિવારનું ગુજરાન ચલાવતો હોય તે પિતા જ્યારે નિવૃત્ત થાય છે ત્યારે સંતાનોને તે બોજ લાગવા માંડે છે. આવા કેસોમાં છેવટે કોર્ટ ન્યાય તોળે છે. અનેક કિસ્સાઓમાં પિતાને ભરણ પોષણની રકમ આપવાના હુકમ થયા છે.

પિતા ઘરના મોભી હોવાનું ભૂલાયું

^ અનેક કેસ કોર્ટમાં આ‌વે છે. બદલાતા સમય સાથે લાગણીઓ ઓછી થઈ રહી છે. અનેક લોકો ભૂલી રહ્યા છે કે પિતા ઘરના મોભી છે. એટલે ભરણપોષણ માટેના કેસ કોર્ટમાં આ‌વે છે.’ > પ્રીતિજોષી, એડવોકેટ

ઘરના સભ્યોથી દુભાયેલા અનેક પિતાઓ પોતાના લાકડવાયાં સંતાનો સામે નાછૂટકે કેસ કરે છે

કિસ્સો 3 / પત્ની ગુજરી, બધંુ છિનવાયંુ

સંતોષભાઈનીપહેલી પત્ની કવિતાના મૃત્યુ બાદ તેમણે બીજા લગ્ન કર્યા. પહેલી પત્નીથી એક સંતાન અવતર્યું હતુ. બીજી પત્ની જાનકી સાથેનો સાથ 17 વર્ષ રહ્યો હતો. દરમિયાન પુત્રએ પિતાનો સાથ છોડ્યો. પુત્રને ભણાવીને સફળ બનાવ્યો તેણે બે ટંક જમવાની પણ કદર કરી નહીં. અરજીમાં પિતા લખે છે મારે પત્નીના ઘરેણાં વેચીને જીવન ગુજારવાની ફરજ પડી છે. તે પુત્ર ધર્મ નિભાવી રહ્યો નથી. રૂપિયા 10000 ભરણપોષણ અપાવવા વિનંતિ.

કિસ્સો 2 / મિલકત વિલન બની

સિટીલાઇટનાઆશિષભાઈ પાસે ભાડાની ત્રણ દુકાનો અને એક ફ્લેટ હતો. ત્રણ સંતાનો મોટા થયા અને મિલકત સંબંધી ઝઘડા શરૂ થયા. પિતા પાસે ભાડાની આવક જમા થાય સંતાનો અને વહુઓને પસંદ હતુ. આથી કાવાદાવા કરીને પિતા પાસેથી બધી મિલકતો છીનવી લીધી, પિતાએ કોર્ટનું શરણુ લેવું પડયુ. પિતા અરજીમાં લખે છે મારી માલિકીની દુકાનોને ઉપયોગ કરી શકતો નથી. ગુજરાન માટે સંઘર્ષ કરવો પડી રહ્યો છે.

કિસ્સો 1 / નિવૃત્તિ બાદ બોજ બન્યા

અડાજણખાતે રહેતા આશિષ ભાઇ (નામ બદલ્યુ છે) સતત 40 વર્ષ સુધી એક ખાનગી કંપનીમાં નોકરી કરી, બે સંતાનો મોટા થયા. દરમિયાન પિતા નિવૃત્ત થયા. સમય એવો આવ્યો કે ઘરમાં સંતાનોને પિતા બોજ લાગવા લાગ્યા. જમવાનું પણ સમયસર આપવાનું બંધ કરાયું, આખરે જેને પ્રેમથી ઉછેર્યા તેની સામે કોર્ટમાં ભરણપોષણની અરજી કરવી પડી.

ઘરના મોભીઓ રડી પણ નહીં શકતા છેવટે કોર્ટના શરણે

અન્ય સમાચારો પણ છે...