• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • ડિંડોલીમાં લાઇન ભંગાણથી હજારો લીટર પાણી વેડફાયું

ડિંડોલીમાં લાઇન ભંગાણથી હજારો લીટર પાણી વેડફાયું

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એકતરફ શહેરમાં પાણીની બૂમરાણ મચી છે ત્યાં શનિવારે સવારે 10:30થી 10:45 વાગ્યાના વચ્ચે ડિંડોલી ખાડી બ્રિજ પાસે પાણીની મુખ્ય લાઇનમાં મસમોટુ ભંગાણ સર્જાતાં 15થી 20 ફૂટ ઊંચા પાણીના ફુવારા ઉડતાં દોડધામ મચી ગઇ હતી. પાલિકા દ્વારા યુદ્ધના ધોરણે ભંગાણ મરામત કરવાની કામગીરી શરૂ કરી હતી. જોકે ભંગાણના કારણે હજારો લીટર પાણી રસ્તા પર વહી ગયું હતું. મરામત કામગીરી પૂર્ણ થતાં 24 કલાકનો સમય લાગશે.

ઓવરહેડ ટાંકીની પાણીની લાઇન હતી

ડિંડોલી ગામ બસ સ્ટેન્ડ પાસેની ખાડી બ્રિજ પરથી પસાર થતી પીવાનાં પાણીની મુખ્ય લાઇનમાં શનિવારે સવારે ભંગાણ પડતાં વીસ ફૂટ ઊંચા પાણીનાં ફુવારા ઉડતાં હજારો લીટર પીવાનું પાણીનો બગાડ થયો હતો.

^ડિંડોલીમાં ભંગાણ પડ્યું તે લાઇન ખરવાસા રોડ પરની ઓવરહેડ ટાંકી ભરવા માટેની હતી. સવારે લાઇનમાં ભંગાણ સર્જાતા મનપા દ્વારા યુદ્ધના ધોરણે ભંગાણ મરામત કરવાની કામગીરી શરૂ કરાઇ છે. જો કે મરામત પૂર્ણ થતાં 24 કલાકનો સમય લાગશે. વિસ્તારના લોકોને પાણીની તકલીફ નહિ પડે તે માટે ઝડપથી કામગીરી પૂર્ણ કરવાનો પ્રયાસ કરાયો છે. આવતીકાલ સવાર સુધીમાં કામગીરી પૂર્ણ થઇ જશે. > પરાગમુનશી, કાર્યપાલક ઇજનેર, હાઇડ્રોલિક વિભાગ

15થી 20 ફૂટ ઊંચા પાણીના ફુવારા ઉડતાં દોડધામ

અન્ય સમાચારો પણ છે...