પાર્ટી વિરોધી ગતિવિધિ બદલ દર્શન નાયક કોંગ્રેસમાંથી ત્રીજીવાર સસ્પેન્ડ
સિટી રિપોર્ટર.સુરત | ચૂંટણીઓમાં પાર્ટી વિરોધી ગતિવિધિ કરવા બદલ સુરત જિલ્લા પંચાયતના સભ્ય દર્શન નાયકને કોંગ્રેસ પક્ષમાંથી ત્રીજીવાર સસ્પેન્ડ કરી દેવાયા છે. આ વખતે વિધાનસભા ચૂંટણીનું કારણ અપાયું છે. દર્શન નાયકના સસ્પેન્શના દિવસે જ સુરત અને તાપી જિલ્લામાં બે બેઠકો કોંગ્રેસે ગુમાવી છે.
નાયકના સસ્પેન્શના દિવસે જિલ્લામાં કોંગ્રેસે 2 બેઠકો ગુમાવી
શુક્રવારે જિલ્લા પંચાયતના સભ્ય દર્શન નાયકને પ્રદેશમાંથી સસ્પેન્ડ કરાયાનો સંદેશો અપાયો છે. અગાઉ તેમને બે વર્ષ પહેલા જિલ્લા પંચાયતની ચૂંટણીના ચાર મહિના બાદ સસ્પેન્ડ કરાયા હતા. ત્યારબાદ વિધાનસભા ચૂંટણી પહેલા સસ્પેન્ડ કરાયા બાદ પાછા પક્ષમાં લેવાયા હતા. આમ તેમને ત્રીજીવાર સસ્પેન્ડ કરાયા.
શુક્રવારે જ માંડવી અને તાપી જિલ્લાની મોહીની બેઠક પર કોંગ્રેસની હાર થઇ છે. નાયકના વિરોધી કેમ્પના નેતાઓનું કહેવું છે કે દર્શન નાયકની ગતિવિધિઓને કારણે જ કોંગ્રેસ હારે છે. શુક્રવારના ચૂંટણી પરિણામોમાં પણ આ વાત બહાર આવી છે.
ત્યારે નાયકના સમર્થકો કહે છે કે તેમને પાર્ટીના નેતાઓ જાણી જોઇને દૂર રાખે છે અને પછી પાર્ટી હારે તો દોષનો ટોપલો તેમના માથે જ ઢોળાય છે. કોંગ્રેસ માત્ર દર્શન નાયક ના વિસ્તારમાં જ નહીં પણ બીજે પણ હારે છે તો ત્યાં કેમ આવા પગલા લેવાતા નથી.
બીજા કોઈના પર પગલાં લેવાયા નહીં
હાલની વિધાનસભાની ચૂંટણીનું કારણ ધરી મને સસ્પેન્ડ કરાયો છે. જ્યારે બીજાઓ સામે પગલાં નથી ભરાયા. વિધાનસભા ચૂંટણી સમયે અશોક જિરાવાળા, ભાવેશ રબારી અને બીજા કોંગ્રેસના અગ્રણીઓએ કેટલાક મુદ્દાઓ પર પક્ષનો વિરોધ કર્યો હતો. ચૂંટણીની ટિકીટોની ફાળવણીમાં પણ ગેરરીતીના આક્ષેપો થયા છતાં કોઈની સામે પગલાં નહીં અને ફક્ત મારી સામે પગલાં લેવાયા છે. દર્શન નાયક, જિલ્લા પંચાયત સભ્ય