યુવતીની છેડતી કરનારે રોકનારાઓને માર માર્યો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાંડેસરામાંપડોશમાં રહેતી પરિચિત યુવતીને વીઆઈપી રોડ પર જાહેરમાં છેડતી કરવા ગયેલા યુવાને અપરિણીત યુવતીને ધમકાવી હતી. જેનો અવાજ સાંભળી મોલના મેનેજર અને અન્ય એક કર્મચારી બહાર નીકળ્યા હતા. તો તે બન્ને સાથે ઝપાઝપી કરી મારામારી કરી હોવાની ફરિયાદ ખટોદરા પોલીસ મથકમાં નોંધાઈ છે.

પાંડેસરા વિસ્તારમાં રહેતી 24 વર્ષીય અપરિણીતી યુવતી વીઆઈપી રોડ પર મેટ્રો મોલમાં નોકરી કરે છે. જે તા. 11મીએ સાંજે મોલમાંથી છૂટી ઘર તરફ જતી હતી ત્યારે મોલની બહાર તેને અમિત ધોબીએ છેડતી કરી હતી. ઘરેથી નીકળી યુવતી નોકરી પર જાય ત્યાં સુધી રસ્તામાં આવતી-જતી વખતે યુવાન પરેશાન કરતો હતો. એટલું નહીં પણ પ્રેમ સંબંધ બાંધવા દબાણ પણ કરતો હતો. 11મીએ મેટ્રો મોલની બહાર યુવાન મળ્યો અને બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. જેના કારણે મેનેજર કુંદનભાઈ અને અન્ય એક કર્મચારી મનીષભાઈ બહાર આવ્યા હતા અને અમિત ધોબીને અટકાવ્યો હતો. મુદ્દે બોલાચાલી બાદ અમિત ધોબીએ મેનેજર અને કર્મચારીને માર માર્યો હતો.

VIP રોડ પરના એક મોલમાં નોકરી કરતી યુવતીની છેડતી

અન્ય સમાચારો પણ છે...