લાજપોર જેલમાં કેદીએ ઊંઘની વધુપડતી દવા ગળી લીધી
સુરત| વરાછા વિસ્તારમાં હત્યાનાં કેસમાં લાજપોર જેલમાં કેદ કાચા કામના કેદી કલ્પેશ મણિલાલ ડાંગોદરા(25)એ વધુ પડતી ઉંઘની ગોળીઓ ગળી લીધી હતી. તેને સારવાર માટે નવી સિવિલમાં દાખલ કરાયો હતો. બનાવ અંગે સચીન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.