SMCએ સુરતીઓનાં ઘરે જઇને 3941 વૃક્ષો ઉગાડ્યાં..!!

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સુરતમહાનગર પાલિકા દ્વારા એસએમએસ આધારિત ટ્રી-પ્લાન્ટેશન યોજનાની શરૂઆત કરવામાં આવી હતી. યોજના 15મી જુનથી 15મી સપ્ટેમ્બર સુધી અમલમાં મુકવામાં આવી હતી. યોજનામાં સુરત મહાનગર પાલિકાએ એક નંબર જારી કર્યો હતો.જે લોકોએ પોતાના ઘરે વૃક્ષનો છોડ રોપવો હોય તેણે એસએમસીના નંબર પર મેસેજ કરવાનો હતો. મેસેજ કર્યા પછી સુરત મહાનગર પાલિકાની ટીમ તેમના ઘરે જઈને વૃક્ષનું રોપણ કરતાં હતાં. આવી રીતે સુરત એસએમસીને 766 લોકોએ પોતાના ઘરે વૃક્ષા રોપણ કરવા માટે અરજી કરી હતી. જેમાંથી 374 લોકોની અરજી મંજૂર કરવામાં આવી હતી. સુરત મહાનગર પાલકાએ ટ્રી-પ્લાન્ટેશન યોજનામાં 3941 વૃક્ષોનું પ્લાન્ટેશન કર્યુ હતું. સુરતીઓ ઘરે વૃક્ષો વાવે અને ઉછેર કરે હેતુ માટે પાલિકાએ યોજના અમલમાં મુકી હતી.
અન્ય સમાચારો પણ છે...