• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • પાણીના વિવાદમાં કર્ણાટકથી મળતો ટેક્ષટાઇલ ઓર્ડર બંધ

પાણીના વિવાદમાં કર્ણાટકથી મળતો ટેક્ષટાઇલ ઓર્ડર બંધ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રોજીંદા 80 જેટલા ટ્રકોમાં ડિલીવર થતું ટેક્ષટાઇલ ગુડ્સ બુધવારથી અટકાવી દેવાયું

બિઝનેસ રિપોર્ટર |સુરત

કર્ણાટક-તમિલનાડુમાંચાલી રહેલી પાણીની સમસ્યાને લઇને સર્જાયેલા વિવાદમાં સુરતના ટેક્ષટાઇલ માર્કેટની રોજીંદી લાખોની ખોટ વેઠવી પડે છે. સુરતથી રોજના કર્ણાટક જતાં 80 જેટલાં ટ્રકો બુધવારથી બંધ સોમવાર સુધી ઓર્ડર મળે તેવી શક્યતા નથી.

અછતના કારણે કર્ણાટક તેમજ તમિલનાડુના ખેડૂતોને પુરતા પ્રમાણમાં પાણી નહી મળી રહેવાના કારણે ત્યાના સ્થાનિક ખેડૂતો દ્વારા વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે. જેના કારણે ત્યાંના અન્ય ઉદ્યોગો પૈકી ટેક્ષટાઇલ ઇન્ડસ્ટ્રીને થયેલી અસરથી સુરતના કાપડ ઉદ્યોગને નુકશઆન જઇ રહ્યું છે. ખેડૂતો દ્વારા પુરતુ પાણી આપવાની માંગ સાથે આંદોલનની પરિસ્થિતિ સર્જાય તેમ છે. એવામાં ઉદ્યોગોને થયેલી અસર પૈકી બુધવારથી ત્યાના સ્થાનિક વેપારીઓ દ્વારા નવા માલ માટે ઓર્ડર મળી રહ્યા નથી.સામાન્ય રીતે શરૂ થઇ ગયેલી તહેવારોની સીઝ્ન સામે કર્ણાટક-તમિલનાડુની સ્થાનિક સમસ્યાને પગલે સુરતથી રોજ સાઉથમાં જતાં 80 થી 90 જેટલા ટ્રકોના ટેક્ષટાઇલ ગુડ્સને અસર થઇ રહી છે. એવામાં ત્યાંની સમસ્યા મુદ્દે સોમવારે થનારી બેઠક બાદ યોગ્ય ઉકેલ મળે તેવી આશા સેવાય રહી છે. હાલની પરિસ્થિતિ તેમજ સ્થાનિક ટેક્ષટાઇલ વેપારી સાથે થયેલી વાતચીતમાં સોમવાર કાપડના નવા ઓર્ડર મળે તેવી કોઇ શક્યતા જણાય રહી નથી.

અન્ય સમાચારો પણ છે...