તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • સિવિલના પોસ્ટમોર્ટમ રૂમના કોલ્ડ સ્ટોરેજમાં કરંટ લાગતા બંધ છે

સિવિલના પોસ્ટમોર્ટમ રૂમના કોલ્ડ-સ્ટોરેજમાં કરંટ લાગતા બંધ છે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
6 ડેડ બોડી મૂકી શકાય તેટલું સ્ટોરેજ બંધ થતાં હાલાકી

કોલ્ડ સ્ટોરેજનો દરવાજો ખોલવા જતાં કરંટ લાગતો હોવાથી ઘણા સમયથી બંધ કરી દેવામાં આ‌વ્યું છે

અવારનાર વિવાદમાં રહેલી નવી સિવિલ હોસ્પિટલ ફરીવાર નવા વિવાદમાં ફસાઇ છે જેમાં સિવિલ હોસ્પિટલમાં ડેડ બોડીને મુકવા માટે કોલ્ડ સ્ટોરેજ બનાવાયું છે પણ છેલ્લા ઘણા લાંબા સમયથી તે બંધ રહેતા મૃતકોના સજ્જનોએ ખાનગી હોસ્પિટલ અથવા સ્મીમેર સુધી લંબાવવુ પડે છે. જેને કારણ ખુબ તકલીફનો સામનો મૃતકોના પરિવારજનોને કરવો પડી રહ્યો છે. કરોડોના ખર્ચે બનેલા કોલ્ડ સ્ટોરેજની હાલત દયનીય બની છે.નવી સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે આવતા દર્દીઓ તો હાલાકી ભોગવતા હોય છે. પરંતુ દુનિયાને ચિર વિદાય આપનાર વ્યક્તિઓના મૃતદેહનો મલાજો પણ જળવાતો નથી. સુરતમાં જુદા-જુદા રાજ્યોમાંથી લોકો રોજગાર-ધંધા માટે આવતા હોય છે. ત્યારે ઘણી વખત વતનમાંથી સ્વજન આવે ત્યાં સુધી મૃતદેહને કોલ્ડ-સ્ટોરેજમાં મૂકવો પડે છે. માટે નવી સિવિલ હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રૂમમાં 6 ડેથબોડી મૂકી શકાય તેવું કોલ્ડ-સ્ટોરેજ પણ છે. પરંતુ છેલ્લા લાંબા સમયથી કોલ્ડ-સ્ટોરેજ ખોટકાઈ ગયું છે. એસીમાં ખામીને કારણે સ્ટોરેજના દરવાજા ખોલતી વખતે તેમાં કરંટ લાગે છે. જેને કારણે કર્મચારીઓનો જીવ પણ જોખમમાં મુકાઈ જતો હોવાથી તેને બંધ કરી દેવાયું છે. હાલ બે એસીવાળા એક માત્ર કોલ્ડ રૂમમાં અજાણ્યા તેમજ કોલ્ડ રૂમમાં મૂકવા માટે આવતા મૃતદેહો ખડકી દેવામાં આવી રહ્યા છે. જ્યારે સિવિલ હોસ્પિટલનું તંત્ર વાતથી અજાણ હોવાનો ડોળ કરી રહ્યું છે.

મારા ધ્યાન પર નથી આવ્યું

^ મારા ધ્યાન પર નથી આવ્યું, પીઆઈયુ વિભાગની જવાબદારીમાં આવે છે છતાં તપાસ કરી લઉં છું અને જો ખામી હશે તો તાત્કાલિક કામગીરી કરાવવામાં આવશે. >કેતન નાયક,આરએમઓ,નવી સિવિલ હોસ્પિટલ.

અન્ય સમાચારો પણ છે...