તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Surat
 • સમિતિની શાળાના વર્ગમાંથી ખુરશી હટાવવાના નિર્ણયથી શિક્ષકો નારાજ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સમિતિની શાળાના વર્ગમાંથી ખુરશી હટાવવાના નિર્ણયથી શિક્ષકો નારાજ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
એકતરફ સરકાર શિક્ષણનું સ્તર વધારવા માટે સ્માર્ટ કલાસની વાતો કરેે છે ત્યાં બીજી તરફ સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની દરેક શાળામાં પ્રાચીન પરંપરાના નામે શાળાના કોઇપણ વર્ગખંડમાં ખુરશી રાખવાનો પરિપત્ર બહાર પાડવામાં આવતાં શિક્ષકોમાં અંદરોઅંદર ભારે નારાજગી જોવા મળી રહી છે.

14 જુલાઇના રોજ શાસનાધિકારી દ્વારા એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો હતો કે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની દરેક શાળામાં પ્રાચીન પરંપરા મુજબ વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસને કેન્દ્ર રાખવામાં આવે છે. જેથી આપણી પરંપરા જળવાઇ રહે અને વિદ્યાર્થીઓનું વર્ગ કામ સતત શિક્ષકના ધ્યાનમાં રહે તે માટે શાળાના કોઇ પણ વર્ગખંડમાં આસન પીઠીકા કે ખુરશી રાખવા જણાવવામાં આવે છે. જો કે પરિપત્ર સામે શિક્ષકોમાં વિરોધનો સૂર ઉઠ્યો છે. પ્રાચીન પરંપરાને આગળ ધરીને વર્ગખંડમાંથી ખુરશી કાઢી નાંખવાના નામે પાછલા બારણે આર.એસ.એસના એજન્ડાનું પાલન કરવામાં આવી રહ્યો હોવાના આક્ષેપ છે. હવે શિક્ષણમાં પણ ભગાવકરણ થઇ રહ્યું હોય એવું પ્રતિત થઇ રહ્યું છે. એક તરફ સ્માર્ટ ક્લાસની વાતો કરાઇ છે અને બીજી તરફ પ્રાચીન પરંપરાના નામે ખુરશી કાઢી નાંખવાનો પરિપત્ર બહાર પડાય કેટલું યોગ્યω શિક્ષણનું સ્તર ઘટવા પાછળ શિક્ષકોને જવાબદાર ઠેરવી ખુરશી પણ છીનવી લેવાનો પ્રયાસ કરાયો છે. અવારનાવર રોજના પરિપત્રો બહાર પાડવામાં આવે છે જેમાં મૂલ્ય શિક્ષણ કે સ્માર્ટ ક્લાસના શિક્ષણ વિશે શિક્ષકોને કોઈપણ પ્રકારની ટ્રેનિંગ અપાતી નથી. જ્યારે આવા પરિપત્રોથી શિક્ષકો શિક્ષણ પ્રત્યે ધ્યાન આપી શકતા નથી. પરિપત્ર તો બહાર પાડી દીધો પરંતુ વિકલાંગ, મેડિકલ અનફિટ, ડાયાબીટીસ, પ્રેશર, ગર્ભવતી શિક્ષ કાનું શુંω વર્ગખંડમાંથી ખુરશી કાઢી નાંખવાનો નિર્ણય પાછો ખેંચવામાં આ‌વે એવી શિક્ષકોની માંગ છે.

સરકાર હિટલરશાહી વર્તન કરી રહી છે

^સરકારનું વલણ શિક્ષકો સાથે હિટલરશાહી વર્તન સ્પષ્ટ જણાય રહ્યું છે. કોઇ વિદ્યાર્થીને લેશન આપ્યું હોય આગળના પાઠ ભણાવવાના હોય તો અભ્યાસ કરવા માટે શિક્ષકો ખુરશી પર બેસે છે. વર્ગખંડમાંથી ખુરશી કાઢવાનો નિર્ણય ખોટો છે. એવું હોય તો ચેરમેન અને શાસનાધિકારી એ.સી ઓફિસ છોડીને બહાર ફરવું જોઇએ.ખુરશી કાઢી નાંખવાથી અભ્યાસમાં કોઇ ફરક પડવાનો નથી. સરકાર દ્વારા શિક્ષણની ગુણવત્તા પર ધ્યાન આપવામાં આવતું નથી. આવા તઘલખી પરિપત્રો બહાર પાડી શિક્ષકોને હેરાન કરવામાં આવે છે. > રઇશશેખ, પૂર્વન.પ્રા.શિ.સમિતિ

પ્રાચીન પરંપરાને નામે તાલિબાની ફરમાન કરાયું

^શિક્ષણસમિતિ દ્વારા પ્રાચીન પરંપરાને નામે તાલીબાની ફરમાન કરવામાં આવ્યો છે. ઘણા શિક્ષકો ઉંમરલાયક તથા અનફિટ છે. વગર ખુરશીએ તેઓ વિદ્યાર્થીઓની હાજરી કેવી રીતે પુરી શકશેω દિવસના ચાર-પાંચ પરિપત્રો બહાર પાડી શિક્ષકોને પરેશાન કરવામાં આવે છે. જેને પગલે શિક્ષકો ભણતર પાછળ પુરતું ધ્યાન આપી શકતા નથી. અઠવાડિયામાં પરિપત્ર નહિં ખેંચાય તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરાશે. > રમેશપરમાર પ્રમુખ, સુ.મ.પાપ્રા.શિક્ષક સંઘ

વિદ્યાર્થીનું ભવિષ્ય ઘડનારને હવે પોતાના ભવિષ્યની ચિંતા

પ્રાચીન પરંપરાના નામે વર્ગખંડમાં ખુરશી રાખવાનો પરિપત્ર

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો