તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જ્ઞાનરૂપી દીપનો ચાતુર્માસ આજથી ઝળહળશે

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ઉત્તર ગુજરાતમાં ભગવાન તરીકે પુજાતા આચાર્યનો ચાતુર્માસ

આજથીજૈનોનાં પવિત્ર ચાતુર્માસનો પ્રારંભ થઇ રહ્યો છે જેને લઇ જૈનોનાં ચારેય ફિરકામાં ઉત્સવ જેવો માહોલ બંધાયો છે. આગામી ચાર મહિના દરમિયાન ભક્તિ અને આરાધનાનો અનેરો ઉત્સવ દરરોજ ઉજવાશે. ચાતુર્માસનાં મહત્વ વિશે પંન્યાસ પદ્મદર્શન વિજયજી મહારાજે જણાવ્યું કે, હિન્દૂ રાષ્ટ્ર અહિંસાનું પાવર હાઉસ છે. એમાય વિશેષ કરીને ચાતુર્માસની મોસમમાં અમારિનો પડહ વાગતો હોય છે. ભારતીય પ્રજાનાં લોહીના બુંદ-બુંદમાં નિર્દોષ અને નિરપરાધી જીવોની રક્ષા માટે મહર્ષિઓએ અને તમામ તિર્થંકર ભગવાનોએ આજ્ઞા ફરમાવી છે. ચાતુર્માસનાં સમયમાં ભોજની બહુલતા વધુ પ્રમાણમાં હોય છે આના કારણે અસંખ્ય જીવોની ઉત્પત્તિ થતી હોય છે. સર્વે જીવો જીવવાની ઇચ્છા રાખે પણ આપણી બેદરકારી અને પ્રમાદનાં કારણે લાખો જીવોનો કચ્ચરઘાણ નીકળી જતો હોય છે. ચાતુર્માસમાં જૈન સાધુઓ વિહાર કરતા નથી અને એક જગ્યાએ સ્થિર થઇને આરાધનાનો યજ્ઞ માંડતા હોય છે. પૂર્વનાં કાળમાં તો મહાત્માઓ અન્ન પાણીનો ચાર મહિના સુધી ત્યાગ કરીને આત્માની સમીપે વસવાટ કરતાં હતા. શ્રી કૃષ્ણ ભગાવન પણ વર્ષાકાળ દરમિયાન દ્વારકાની અંદર રહીને આત્મધ્યાનમાં મસ્ત બનાત હતા. સત્સંગ થાય તો ભીતરમાં ભીનાશ થાય છે અને આત્મા કોમળ બને છે. પ્રત્યેક ધર્મ સ્થાનોમાં વિશિષ્ટ કોટીનાં સાધુ-સંતોની જાદૂઇ વાણી હૃદય પરિવર્તન અને જીવન પરિવર્તન કરીને રહેશે એવુ વાતાવરણ જામ્યું છે. ચાતુર્માસની મોસમમાં જ્ઞાનરૂપી દીવડો ઝળહળી ઊઠે છે અને સમ્યક્ જ્ઞાન દ્વારા સાચી સમજ મળે છે માટે જૈનોમાં ચાતુર્માસનું અનેરું મહત્વ રહેવું છે.

જૈનાચાર્યની નિશ્રામા 45 સાધુ અને 150 સાધ્વીજી ભગવંતો

ભક્તિયોગાચાર્ય યશોવિજયસૂરિશ્વરજી મહારાજ 8 વર્ષ બાદ સુરતમાં ચાતુર્માસ ફરમાવી રહ્યા છે. કૈલાસનગર જૈન સંઘ ખાતે તેમની નિશ્રામાં ચાર મહિના અનેરું આધ્યાત્મિક વાતાવરણ બંધાઇ રહ્યુ છે. યશોવિજય સૂરિજીનો અનેરો મહિમા રહ્યો છે. એકદમ સરળ સ્વભાવી જૈનાચાર્ય જ્યારે પણ શાંતિને બેસે ત્યારે આપોઆપ તેમની પાસે શ્રાવકો અને સાધુ-સાધ્વીજીઓની ભીડ જામી જાય છે. જૈનાચાર્યની વાંચનાનુ ખુબ મહત્વ રહ્યુ છે જેને શ્રવણ કરવા માટે દેશ-વિદેશમાંથી ભાવુકો આવે છે. જૈનાચાર્ય યશોવિજય સૂરિજી ઉત્તર ગુજરાતમાં ભગવાનની જેન પુજાય છે તેમણે માત્ર 10 વર્ષની નાની આયુમાં દિક્ષા અંગીકાર કર્યો હતો જેમનુ સંસારી નામ જસવંત હતું તેઓ મૂળ ઝીંઝૂવાડાના વતની છે. અત્યારસુધી તેમના દીક્ષા પર્યાયને 60 વર્ષ થઇ ચુક્યા છે જેમાંથી 30 વર્ષ તો તેમણે માત્ર ગુપ્ત સાધના કરી અને પ્રભુની તથા ગુરુના આશિર્વાદ મેળવ્યા. તેમની નિશ્રામાં સેંકડો પ્રતિષ્ઠા અને મહોત્સવો થયા હતા.

સુરતનું એકમાત્ર જૈન તીર્થ જ્યાં શાંતિનો અનુભવ થાય છે

શહેરમાં 10 વર્ષ પહેલા તપાગચ્છાધિપતિ રામસૂરિશ્વરજી(ડહેલાવાળા) કૈલાસનગર જૈન સંઘમાં તેઓ કાળધર્મ પામ્યા જેમની પાલખી યાત્રામાં સમગ્ર વિશ્વમાં વસતાં જૈનો આવ્યા હતા.પાલ તાપી કિનારે અગ્નિદાહ આપવામાં આવ્યો હતો તે સમય ગુરુભક્તોએ મળીને તે જગ્યા ખરીદી લીધી અને ત્યાંથી શરૂ થયો ગુરુરામ પાવન ભૂમિનો પાયો. અંદાજે 2 વિઘા કરતાં વધારે જગ્યામાં આખેઆખું ધામ ઉભુ કરવાનું વર્તમાન ગચ્છાધિપતિ અભયદેવસૂરિજીએ નિર્ધાય કર્યો જેના પ્રતાપે આખું ધામ ઉભુ થયું. ગત વર્ષે જૈનાચાર્યએ સુરતમાં ચાતુર્માસ ફરમાવ્યું હતું. ધામમાં પ્રવચન હોલમાં એકસાથે 10 હજાર લોકો બેસી શકે તેટલી જગ્યા છે અને ભોજન કક્ષમાં પણ એકસાથે 5 હજાર લોકો જમી શકે છે. પણ અહિં આવતા લોકો ગુરુરામની સમાધિ પર માથુ ટેકવી થોડીવાર બેસે છે ત્યારે તેમને માનસિક શાંતિનો અનુભવ થાય છે. ગુરુરામ શતાબ્દિ વર્ષની ઉજવણીનો લાભ સુરતને મળ્યો છે.

જૈનાચાર્ય વિમલસાગર સૂરિશ્વરજી મહારાજ સુરતમાં પ્રથમવાર ચાતુર્માસ ફરમાવી રહ્યા છે. થોડા મહિના પહેલા થોડા યુવાઓએ મળીને આચાર્યના ચાતુર્માસ પ્રયત્નો શરૂ કર્યા અને જોત જોતામાં 180 પરિવાર જોડાયા અને કલ્યાણ મિત્ર જૈન મંડળની સ્થાપના થઇ. અને ચાતુર્માસ સુરતમાં નક્કી થયું જૈનાચાર્યનું સુરતમાં પ્રથમ ચાતુર્માસ છે. ભટાર આશિર્વાદ પેલેસની સામે ભવ્ય બુદ્ધિ-વીર વાટિકાનું નિર્માણ કરવામાં આવ્યું છે જેમા 2150 સ્કવેરફૂટનો વિશાળ મંડપ બનાવાયો છે જેમા એકસાથે 4500 લોકો બેસી શકે. ખાસ જૈનાચાર્યને લોકો બરાબર નિહાળી શકે તે માટે આખા મંડપમાં પીલર નથી લગાવાયા. ખાસ ડોમ રાજસ્થાનના ઝાલોર જિલ્લાનાં રાણીવાળા ખાતેથી 100થી વધુ કારીગરો આવ્યા હતા. ભારે વરસાદને કારણે ડોમ બનાવવાનુ થોડું મૂશ્કેલ થયું હતું પણ માત્ર ચાર દિવસમાં આખેઆખો ડોમ ઉભો કરવામાં આવ્યો હતો. ખાસ સ્વયં સેવકો દ્વારા કાર્યક્રમમાં એકદમ ડિસિપ્લીન ભાવુકો જળવાઇ રહેનું ખાસ ધ્યાન રાખઇ રહ્યું છે. પૂજ્યશ્રીની નિશ્રામાં જાગરણ શિબિર, ઉત્કર્ષ શિબિર, યુવકો માટે સેમિનાર અને યુગલો માટે પણ સેમિનારનું આયોજન ચાતુર્માસ દરમિયાન કરવામાં આવશે.

2150 સ્કવેરફૂટનો મંડપ, એક પણ પીલર નહીં

સમ્યક્ જ્ઞાન દ્વારા સાચી સમજ મળે છે માટે જૈનોમાં આગામી ચાર મહિના દરમિયાન ભક્તિ અને આરાધનાનો અનેરો ઉત્સવ

ચાતુર્માસ દરમિયાન યુવાઓ અને દંપતિઓને નડતી સામાજિક સમસ્યાઓ અંગે જાગરણ શિબિરો પણ યોજાશે

ભટાર ખાતે નિર્મિત ભવ્ય બુદ્ધિવીર વાટિકામાં ધર્મચક્ર તપ ઉપધાનનો લાભ જૈન શ્રાવકો મેળવશે

ભટાર આશિર્વાદ પેલેસની સામે ભવ્ય બુદ્ધિ-વીર વાટિકાનું નિર્માણ કરવામાં આવ્યું છે ખાસ ડોમ રાજસ્થાનથી 100થી વધુ કારીગરો આવ્યા હતા. ભારે વરસાદને કારણે ડોમ બનાવવાનુ થોડું મૂશ્કેલ થયું હતું. તસવીર- હેતલ શાહ

35

સંઘમાં અંદાજે 40000 લોકો ઉમટી પડશે

10

દેશોનાં શ્રાવકો સુરતમાં ઉમટી પડશે

15

આચાર્ય ભગવંતોના અભય મુહૂર્તમાં પ્રવેશ

450

થી વધુ શ્રમણ-શ્રમણીઓ

40

થી વધુ જૈન સંઘોમાં ચાતુર્માસ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો