તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Surat
 • ધરતીકંપનું કેન્દ્ર બિંદુ સુરત જિલ્લાના કામરેજનું ભાદાગામ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરતીકંપનું કેન્દ્ર બિંદુ સુરત જિલ્લાના કામરેજનું ભાદાગામ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ધરતીકંપનું કેન્દ્ર બિંદુ સુરત જિલ્લાના કામરેજનું ભાદાગામ

રાજ્યમાં કોઇ જાનહાનિ અને ગંભીર નુકસાન નથી : રાજ્ય સરકાર

ગાંધીનગર| રાજયમાં સુરત, ભાવનગર, અમરેલી સહિતના વિસ્તારમાં ભૂકંપના આંચકા આવતા મુખ્યમંત્રી આનંદીબેન પટેલે અને રાહત કમિશ્નર મનિષ ભરદ્વાજે તમામ જિલ્લા કલેકટર સાથે પરામર્શ કરીને જાણકારી મેળવી હતી. કમિશ્નર ભારદ્વાજે જણાવ્યું કે કોઇ જાનહાનિ કે ગંભીર નુકસાનના અહેવાલ મળ્યા નથી.

ભૂકંપનું કેન્દ્ર બિંદુ સુરતથી 14 કિલોમીટર દૂર ભાદા ગામે નોંધાયું હતું, નુકસાન બાબતે કામરેજના મામલતદાર યુ.એન. જાડેજાએ ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે ભૂકંપને લઈને તાલુકામાં કોઈ નુકસાન થયું નથી. હાલ એક ટીમ ભાદા ગામમાં છે.

જૂની ફોલ્ટલાઇન લંબાતા ખતરો

^આભૂકંપમાં વિશેષ બાબત છે કે જૂની ફોલ્ટ લાઇનનો છેડો લંબાયો છે. જેથી ભૂકંપ બાદ ભવિષ્યમાં જમીનની અંદર ધીરેધીરે હિલચાલ વધશે. એપી સેન્ટર સુરતથી નજીક હોવાથી ભવિષ્યમાં ફરી ભૂકંપ આવી શકે તેવી શક્યતા પણ છે. > ડો.અતુલદેસાઈ, પ્રોફેસર,S.V.N.I.T.

રાંદેરનાં એક જૂના મકાનમાં નુકસાન થયું હતું. } હેતલશાહ

નવી દિલ્હી | પંજાબ,પાકિસ્તાન તેમ જાપાનમાં પણ રવિવારે ભૂકંપના હળવા આંચકા અાવ્યા હતા. પંજાબના અમૃતસર અને જાલંધર અને લાહોરમાં સાંજે 5.24 4.6ની તીવ્રતાના ભૂકંપ બાદ આંચકો અનુભવાયો હતો. જાપાનના ટોક્યોમાં તેમ ઘણા પૂર્વીય ભાગોમાં પણ 5.0ની તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો.

પંજાબ, પાકિસ્તાન અને જાપાનમાં પણ ધરતીકંપ

કામરેજનું ભાદા ગામ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો