ચીનને દેખાડવા મોદી...
જર્મોફોબ ટ્રમ્પે મોદીને ભેટીને ચોંકાવ્યા
બ્રિટિશઅખબાર ફાયનાન્સિયલ ટાઇમ્સે લખ્યું- ‘ટ્રમ્પ નેતાઓ સાથે હાથ મિલાવવાનું પણ પસંદ નથી કરતા પણ મોદી તેમને ભેટ્યા તો જર્મોફોબ (જીવાણુઓથી ડરતા) ટ્રમ્પે ભેટીને જવાબ આપવો પડ્યો.’
GSTનાવિરોધમાં....
તા.27થી 29 જુનના બંધનો નિર્ણય કરાયો હતો જેના ભાગરૂપે મંગળવારે માર્કેટ જડબેસલાખ બંધ રાખી દેશભરના માર્કેટમાં રેલીઓ કાઢી હવન કરવામાં આવ્યું હતું.ફક્ત સુરત ટેક્સટાઇલ માર્કેટને અેક દિવસનું 250 કરોડનું નુુકશાન થયું છે. ઓલ ઇન્ડિયા જીએસટી સંઘર્ષ સમિતિના સંયોજક તારાચંદ કાસટના જણાવ્યા પ્રમાણે, જીએસટી વિરુદ્ધનો રોષ સુરત નહીં સમગ્ર દેશમાં છે. પાલી, કાનપુર, રાજસ્થાન, ચાંદનીચોક, કાલબાદેવી સહિત દેશના મોટા ભાગના બજારો બંધ રહ્યાં છે.દેશભરના ટ્રેડર્સ દ્વારા કરવામાં આવેલી હડતાળનો પડઘો દિલ્હી સુધી પડયો છે. મંગળવારે ગાંધીનગર ખાતે જીએસટી સંર્ઘષ સમિતિ દ્વારા નાયબ મુખ્યમંત્રીને કાપડમાંથી મુક્તિની રજુઆત કરી હતી. તેમની રજુઆતને દિલ્હી પહોંચાડવાનું આશ્વાસન પણ આપવામાં આવ્યું હતું.જોકે, શહેરના વિવિધ પ્રતિનિધિ મંડળોને સરકારી પક્ષોનું દબાણ શરૂ કરી હડતાલ તથા અન્ય રીતે થઇ રહેલા વિરોધો ડામી દેવાના પ્રયત્ન શરૂ કરાયા હોવાની ચર્ચા શરૂ થઇ છે.પરંતું જ્યાં સુધી કાપડ પરથી સંપૂર્ણપણે જીએસટી હટાવી લેવામાં આવે ત્યાં સુધી વેપારીઓ જીએસટીનું રજીસ્ટ્રેશન નહી કરાવી લડત ચાલુ રાખવાનો નિર્ણય કર્યો છે.
ફર્નિચરવેપારીઓ પણ બંધમાં સામેલ
કેન્દ્રસરકાર દ્વારા તા.1 લી જુલાઇથી ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ(જીએસટી)નો અમલ શરૂ કરવામાં આવનાર છે. જે અંતર્ગત હાલ કેન્દ્ર સરકારની કમિટી દ્વારા વિવિધ વસ્તુઓ પર કેટલો જીએસટી રાખવો તે નક્કી થઇ રહ્યું છે. કાર્યવાહીના ભાગરૂપે ફર્નિચર પર 28 ટકા જીએસટી રાખવાનું નક્કી થતાં વડોદરા સહિત સમગ્ર ગુજરાતના ફર્નિચરના વેપારીઓએ સોમવારથી 3 દિવસના બંધનું એલાન આપ્યું છે.વડોદરાના 200 થી વધુ ફર્નિચરના વેપારીઓ બંધના એલાનમાં જોડાયા છે.
કેન્દ્ર સરકારે બ્રાન્ડેડ અનાજ-કઠોળ પર 5 ટકા જીએસટી લાગુ કરવાનો નિર્ણય કર્યો ત્યારે વડોદરામાં હાથીખાના બજારના 400 થી વધુ વેપારીઓએ એક દિવસનો બંધ પાળ્યો હતો. એટલું નહીં અનાજ-કઠોળ મોંઘું થતાં મધ્યમ અને ગરીબ વર્ગની હાલત કફોડી બનશે તેવી દહેશત વ્યક્ત કરી વેપારીઓએ કલેકટરને આવેદનપત્ર પણ આપ્યું હતું.
GSTનુંકાઉન્ટડાઉન....
જીએસટીનાઅમલીકરણમાં આવતા કોઈ પણ પ્રકારના ટેકનીકલ અવરોધનો સામનો કરવા માટે વૉરરૂમ બનાવાયો છે. દરમ્યાન નાણાપ્રધાન અરુણ જેટલીએ જણાવ્યું છે કે જીએસટીના અમલીકરણને પગલે શરૂઆતમાં લોકોને થોડી હાલાકીનો સામનો કરવો પડી શકે એમ છે પણ બાદમાં સ્થિતિ સામાન્ય થઈ જશે.
આધારફરજિયાત...
કોર્ટેવધુ સુનાવણી 7 જુલાઇએના રોજ નિર્ધારિત કરી હતી. સરકાર દ્વારા સુપ્રીમ કોર્ટમાં હાજર થયેલા સોલિસીટર જનરલ તુષાર મહેતાએ 8મી ફેબ્રુઆરીના નોટિફિકેશનનો સંદર્ભ આપતા જણાવ્યું હતું કે જો કોઈની પાસે આધાર નહીં હોય તો તેઓ વોટર કાર્ડ, પેન કાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્સ, પાસપોર્ટનો ઉપયોગ કરીને યોજનાનો લાભ લઈ શકો છો. અન્ય 10 દસ્તાવેજોને પણ માન્યતા અપાયેલી છે.
ઉત્તરગુજરાત...
ધરતીપૂત્રોખુશ થઈ ગયા હતા. દાંતીવાડાના ગાંગુવાડા, હરિયાવાડામાં ભારે પવનને કારણે પતરાં ઊડી ગયા હતા.
સુરેન્દ્રનગર જિલ્લામાં અનેક સ્થળે ઝાપટાં ચાલુ રહ્યા હતા.પાટડીના ખારાઘોડા ખારાધોઢા ઓડુ વચ્ચે વૃક્ષ પર વીજળી પડતા ત્રણ વ્યક્તિ દાઝ્યા હતા. મધ્યગુજરાતમાં અનેક સ્થળે ઝાપટા ચાલુ રહ્યા હતા. દાહોદના ફતેપુરામાં દોઢ કલાકમાં 2 ઈંચ વરસાદ નોંધાયો હતો. ખેડા જિલ્લાના કઠલાલમાં સૌથી વધુ ત્રણ ઈંચ વરસાદ પડ્યો હતો. અન્ય તાલુકામાં1થી 1.5 ઈંચ વરસાદ નોંધાયો હતો. નડિયાદમાં બપોરે અડધા કલાકમાં 1.25 ઈંચ વરસાદ ખાબક્તાં શહેરમાં ઠેરઠેર પાણી ભરાઈ ગયા હતા. બાલાસિનોરમાં વિજળી પડતા માતા-પુત્રી દાઝ્યા હતા, જ્યારે અનારામાં 13 બકરાનાં મોત થયા હતા. રાજકોટ અને મોરબી જિલ્લામાં પધરામણી કરી હતી અને છૂટાછવાયા ઝાપટાંથી માંડીને અઢી ઇંચ પાણી વરસાવીને માહોલ ઠંડો બનાવી દીધો હતો. ધોરાજીમાં દોઢ ઇંચ, જામકંડોરણામાં એક ઇંચ, ઉપલેટા, ભાયવદરમાં બે ઇંચ પાણી વરસી ગયું હતું.
આગામીપાંચ...
સર્ક્યુલેશનનેકારણે સૌરાષ્ટ્ર, દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની શક્યતા છે. ઉપરાંત અલગ અલગ બે સિસ્ટમ સક્રિય થઇ હોવાથી આગામી સપ્તાહમાં પણ વરસાદી હેલી યથાવત રહેવાની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરાઇ છે.
યુરોપમાંમોટી...
બ્રિટિશએડ એજન્સી WPP સહિત ડઝનબંધ કંપનીઓ પણ પ્રભાવિત છે. રશિયન ઓઇલ કંપની રોસનેફ્ટ અને ડેનિશ શિપિંગ કંપની મૈયાસ્કે પણ ટેકનિકલ ખામીઓની ફરિયાદ કરી છે. મોસ્કોની એક સાઈબર સિક્યુરિટી ફર્મે કહ્યું કે તેને રશિયા અને યુક્રેનમાં એકસરખા અસરગ્રસ્ત તમામ લોકોની જાણકારી મળી છે. નિષ્ણાતોના કહેવા મુજબ હુમલો ગયા મહિને થયેલા વન્નાક્રાય રેન્સમવેર જેવો હોઇ શકે છે. નોંધનીય છે કે વન્નાક્રાય રેન્સમવેરે ભારત સહિત 100થી વધુ દેશોમાં હડકંપ મચાવી દીધો હતો. માલવેર કમ્પ્યૂટરોને પોતાના કબજામાં લઇ ફાઇલો ખોલવા માટે ઓનલાઇન ખંડણી માગે છે.
માત્ર11000 રૂપિયા...
કુરાડાગામના 17 વર્ષના સુમિતને ગામના 5 યુવકો તેમની સાથે લઇ ગયા હતા. તેને કહ્યું હતું કે દરેક દિવસના 500 રૂપિયા આપવામાં આવશે. 18 જૂનથી ચુલકાના ગામમાં સુમિતે ખતરનાક સ્ટંટ કરવાનું શરૂ કર્યું. ગામના લોકો પાસેથી મોટી રકમ વસૂલવા પાંચેય આરોપીએ લગભગ 5 ફૂટ ઊંડો ખાડો ખોદયો હતો. જેમાં શુક્રવારની રાતે લગભગ 9 વાગ્યે સુમિત સાથે બોરી બાંધી તેમાં ઉતારી દેવામાં આવ્યો હતો. તેની ઉપર પાટિયા નાખ્યાં. ત્યારબાદ તાલપત્રી અને માટી નાખવામાં આવી. શ્વાસ રુંધાવાથી સુમિતનું મોત થયું હતું.
સ્કૂલકોલેજના...
વડોદરામાંસોલર રૂફટોપ યોજના તથા બેટરી સંચાલિત ટુ-વ્હીલર યોજનાના લાભાર્થીઓ માટે કાર્યક્રમનું આયોજન કરાયું છે.આ બંને યોજનાનો લાભ લેવા લાભાર્થીઓ જેડાના ફોન નં. 079-23257251-53 તેમજ વેબસાઇટ www.geda.gujarat.gov.in પર રજિસ્ટ્રેશન કરાવી શકે છે. ધો.9 થી 12 અને કોલેજના વિદ્યાર્થીઓ બેટરી સંચાલિત વાહન ખરીદવા ઇચ્છતા હશે તેમણે શાળા-કોલેજમાં અભ્યાસ કરતા હોવાનું બોનાફાઇડ સર્ટિફિકેટ રજૂ કરવાનું રહેશે.