અડાજણમાં દારૂ સાથે એક ઝડપાયો એક વોન્ટેડ જાહેર
અડાજણમાંથીએક મકાનમાં પીસીબીએ બાતમીના આધારે છાપો મારી વિદેશી દારૂના જથ્થા સાથે એકને ઝડપી પાડ્યો હતો. એકને વોન્ટેડ જાહેર કર્યો હતો. પોલીસે મકાનમાંથી રૂ.32,800ની કીમતનો દારૂનો જથ્થો કબજે કરી કાર્યવાહી હાથ ધરી હતી.
ઘટના અંગે પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળતી માહિતી અનુસાર પીસીબીને અડાજણ શીવાજી સર્કલ પાસે એલઆઈજી ક્વાટર્સ માં એક મકાનમાં વિદેશી દારૂનો વેપલો થતો હોવાની બાતમી મળી હતી. જેના આધારે પીસીબીએ મકાનમાં છાપો મારી રૂ.32,800ની કીમતના દારૂના જથ્થા સાથે રોકી મહેશભાઈ સેવાલીયાને ઝડપી પાડ્યો હતો. પોલીસે તેની ધરપકડ કરી દારૂનો જથ્થો કબ્જે કર્યો હતો અને દારૂનો જથ્થો પુરો પાડનારા ગણેશ ઉર્ફે ગણીયાને વોન્ટેડ જાહેર કર્યો હતો. ઉલ્લેખનીય છે કે બંને આરોપીઓ છેલ્લા કેટલાક સમયથી દારૂનો વેપલો કરતા હતા.