મેડિકલની બેઠક સિંગલ વિન્ડો સિસ્ટમથી ભરાશે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પી.જી.મેડિકલની જેમ હવે પેરા મેડિકલની મેનેજમેન્ટ અને એનઆરઆઈ ક્વોટાની બેઠકો સિંગલ વિન્ડો સિસ્ટમથી ભરાશે. વિવિધ એસોસિએશન અને સંસ્થાઓના આંદોલનને પગલે સરકારે આદેશ કર્યો છે. કેટલાક વાલીઓએ આક્ષેપ કર્યો હતો કે, એડમિશન કમિટીના કેટલાક સભ્યો ખાનગી કોલેજના સંચાલકો સાથે મળેલા હોવાથી વિદ્યાર્થીઓને ફાયદો થાય તેવા નિર્ણયો કરવાને બદલે સંચાલકોને ફાયદો થાય તેવા નિર્ણય કરે છે. હોમિયોપેથિકમાં 275, ફિઝેયોથેરાપીમાં 780, બીએસસી નર્સિંગમાં 600 અને મેડિકલ-ડેન્ટલ મળીને 550 બેઠકો એનઆરઆઈ અને મેનેજમેન્ટ ક્વોટામાં છે. બેઠકો સંચાલકો પોતાની રીતે ભરી દે છે. જેને નાબૂદ કરવા વિવિધ સંસ્થા-એસોસીએશનોએ આંદોલન શરૂ કર્યું હતું. તેમણે બેઠકો સિંગલ વિન્ડોથી ભરાઈ તે માટે સીએમ અને શિક્ષણમંત્રીને રજૂઆત કરતા ગુરૂવારે સરકારે પેરા મેડિકલની મેનેજમેન્ટ અને એનઆરઆઈ ક્વોટાની બેઠકો સિંગલ વિન્ડો સિસ્ટમથી ભરવા માટેનો આદેશ કરી દીધો છે.

અન્ય સમાચારો પણ છે...