સ્પોર્ટસ કોમ્પ.માં પહેલાં ફી નક્કી થશે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત |દિલ્હીગેટ પાસે આવેલા મંછરપુરામાં બનાવવામાં આવેલા સ્પોર્ટસ કોમ્પલેક્ષનુ લોકાર્પણ થાય તે પહેલા સ્પોર્ટસ કોમ્પલેક્ષમાં રહેલી ગેમ અને જીમની ફી નક્કી કરવા માટે સ્થાયી સમિતિમાં દરખાસ્ત રજૂ કરાય છે. મંછરપુરામાં બનાવવામાં આવેલા સ્પોર્ટસ કોમ્પલેક્ષનો ઉપયોગ લોકો કરે તે પહેલા તેમાં રહેલા રમત ગમતના સાધનો અને જીમની ફી નક્કી કરવા માટેની મંજુરી સ્થાયીમાં મંગાય છે. તેમાં જીમમાં આવતા લોકો માટે ફીનુ ધારા ધોરણ માસિક અને વાર્ષિક રાખવામાં આવ્યુ છે. જ્યારે જીમની લોકર ફી 550 રાખી છે. સ્પોર્ટસ કોમ્પલેક્ષમાં ટેબલટેનીસ, પુલ, કેરમ, ચેસ તથા જીમનાસ્ટીકમાં પેરેલલ બાર, હોરીઝેન્ટલ બાર, રોમન રીંગ, બેલેન્સીંગ થીમ, પોમેલ હોર્સ, વોલ્ટીંગ ટેબલ સહિતની કસરતો માટેની વ્યવસ્થા ઉભી કરી છે.

અન્ય સમાચારો પણ છે...