તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • પ્રતાપની ભૂમિ પર પગ મૂકતા 36ની છાતી 56ની થઈ જાય છે : હાર્દિક

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પ્રતાપની ભૂમિ પર પગ મૂકતા 36ની છાતી 56ની થઈ જાય છે : હાર્દિક

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઉદેપુરમાં કહ્યું-કન્હૈયાને 21 દિવસ અને મને 9 મહિને જામીન મળ્યા

રાજદ્રોહનામામલે 9 મહિના સુધી સુરતની જેલમાં કેદ રહેલા પાટીદાર આંદોલનના નેતા હાર્દિક પટેલએ કહ્યું કે, કન્હૈયા પર પણ રાજદ્રોહનો કેસ નોંધાયો હતો અને મારા પર પણ. તેમ છતાં કન્હૈયાને 21 દિવસમાં જામીન મળી ગયા અને મને જામીન આપવામાં 9 મહિનાનો સમય કેમ લાગ્યોω કેવો ન્યાય છે. જામીન બાદ મહિના માટેનું નવું ઠેકાણું પસંદ કરવા મામલે હાર્દિક પટેલે કહ્યું કે, મહારાણા પ્રતાપની ભૂમિ છે ...અનુસંધાન પાનાં નં.11



જ્યાં પગ મૂકતાની સાથે 36 ઇંચની છાતીવાળો આવે તો તેની છાતી 56 ઇંચની થઇ જશે. ભૂમિમાં રહીને મારે દેશના નિર્માણ માટે કામ કરવું છે. દૈનિક ભાસ્કરે રવિવારે સવારે રાજસ્થાનની સરહદે પ્રવેશ કરતાની સાથે હાર્દિક પટેલ સાથે વાતચીત કરી અને તેમની સમગ્ર યાત્રા પર નજર રાખી હતી. વાતચીતના કેટલાક અંશો નીચે મુજબ છે.......

પ્રશ્ન : તમે જેલમાં હતા ત્યારે જેએનયુના વિદ્યાર્થી નેતા કન્હૈયા પર પણ રાજદ્રોહનો કેસ લાગ્યો, તમે અંગે શું કહેશોω

જવાબ : બંને પર રાજદ્રોહનો કેસ હતો. કન્હૈયાને 21 દિવસમાં જામીન મળી ગયા પરંતુ મને 9 મહિને જામીન અપાયા. કન્હૈયા સામે એવો તે કયો રાજદ્રોહનો કેસ લાગ્યો કે તેને એટલા વહેલા જામીન મળ્યા અને અમે તો અનામત માટે સંઘર્ષ કર્યો, એમાં આટલો સમય કેમω

પ્રશ્ન : ગુજરાત હાઇકોર્ટના આદેશ બાદ તમે મહિના માટે તમે નવું ઠેકાણું ઉદયપુર કેમ પસંદ કર્યું

જવાબ : મહારાણા પ્રતાપની ભૂમિ છે જ્યાં પગ મૂકતાની સાથે 36 ઇંચની છાતીવાળો આવે તો તેની છાતી 56 ઇંચની થઇ જાય છે. ભૂમિમાં રહીને મારે દેશના નિર્માણ માટે કામ કરવું છે.

પ્રશ્ન : આમ આદમી પાર્ટીમાં સામેલ થવાની તૈયારી કરી રહ્યા છોω

જવાબ : હું સામાજિક ક્ષેત્ર સાથે સંકળાયેલો છું. મારે રાજકારણમાં પગ મૂકવો નથી.

પ્રશ્ન : ઉત્તરપ્રદેશ અને પંજાબમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે એવામાં તમે શું ત્યાં જશોω

જવાબ : ઉત્તરપ્રદેશ અને પંજાબમાં મોટી સંખ્યામાં કુર્મી સમાજના લોકો છે. તેમની સાથે મુલાકાત કરીશું. તેમને એક વાત કહીશું કે, જે ભૂલ બીજા લોકો કરી રહ્યા છે તે ત્યાં(ઉ.પ્રદેશ અને પંજાબ) થવી જોઇએ. (હાર્દિકે તેનો સ્પષ્ટ જવાબ તો નહોતો આપ્યો પરંતુ તેમણે સ્પષ્ટ સંકેત આપ્યા હતા કે આગામી ચૂંટણીમાં તેમની સાથે જોડાયેલા લોકો ભાજપને વોટ આપે.)

પ્રશ્ન : શું તમે અનામત આંદોલનમાં રાજસ્થાનની અન્ય જાતિઓને પણ જોડશોω

જવાબ : જુઓ, ગુજરાતનું આંદોલન ગુજરાત માટે છે. અહીં (રાજસ્થાન)ની પણ અમુક ભૌગોલિક, રાજનૈતિક અને સામાજિક સ્થિતિઓ હશે. ખેડૂતો પણ પોતાની મુશ્કેલીનો સામનો કરી રહ્યા હશે. તેના પર આપણે કામ કરવાનું છે.

પ્રશ્ન : શું તમે રાજસ્થાનના ગુર્જર અનામત આંદોલનથી વાકેફ છોω બંને આંદોલનમાં કઇ સમાનતા છેω

જવાબ : હા, ગુર્જર આંદોલનથી હું વાકેફ છું, ગુર્જર અમારા ભાઇ છે. અમે શાંત પ્રજા છીએ અને ગુર્જર ઝનૂની પ્રજા છે.

પ્રશ્ન : પાટીદાર આંદોલનના નામે ગુજરાતમાં ભારે હાહાકાર થયો, તેમ છતાં તમને કઇ રીતે શાંત માનીએω

જવાબ : જુઓ, આંદોલનમાં અમારો મિજાજ ધારદાર હતો.

પ્રશ્ન : શું રાજસ્થાનમાં પણ તમારા મિજાજ એવા જોવા મળશેω

જવાબ : કેમ નહીંω અમે તો લોકોને ન્યાય આપવા માટે લડતા રહીશું. અહીંના લોકોને એકજૂથ કરવા છે. જે લોકોને સરકાર સામે વાંધો છે તેમના માટે લડીશું.

હાર્દિક પટેલે ઉદયપુર પહોંચતા પટેલ સર્કલ પર સરદાર પટેલની પ્રતિમાને ફુલહાર અર્પણ કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

    વધુ વાંચો