તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પંજાબ, પાકિસ્તાન અને જાપાનમાં પણ ધરતીકંપ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરતમાંરવિવારે સવારે ભૂકંપના આંચકા આવતા અનેક વિસ્તારમાં લોકો રસ્તા પર દોડી આવ્યા હતા. ભૂકંપની અસર ભાવનગર, અમરેલી, પાલીતાણા, સાવરકુંડલા અને અડાજણ સુધી અનુભવાઈ હતી. સવારે 9.24 મિનિટે 4.7ની તિવ્રતાનો ભૂકંપ અનુભવાયો હતો. માત્ર 5 થી 7 સેકન્ડ પુરતા ભૂકંપના આંચકાથી કોઈ જાનહાની નથી, જો કે ભૂકંપના થોડા સમય બાદ રાંદેરમાં એક જર્જરિત મકાનનો થોડો ભાગ ધસી પડ્યો હતો. હાઇરાઇઝ બિલ્ડીંગો, એપાર્ટમેન્ટોમાં આંચકાની તીવ્રતા વધુ અનુભવાતા લોકો લાંબા સમય સુધી રોડ પર રહ્યા હતા. કામરેજ નજીકની જૂની ફોલ્ટલાઈન સક્રિય થતાં તેનો છેડો લંબાયો હોવાનો તજજ્ઞોનું અનુમાન છે, જેને કારણે સુરતમાં ભવિષ્યમાં જમીનમાં વધુ હિલચાલ થાય તેવી શક્યતા વ્યક્ત કરાઈ રહી છે.

ભૂકંપના થોડા સમયમાં કોલ્સ અને મેસેજનો મારો શરૂ થતાં લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. લોકોને 15 વર્ષ જૂના ભૂકંપની યાદો તાજી થઈ ગઈ હતી. 2001માં પણ ભૂકંપ સવારે 9.30 કલાકની આસપાસ આવ્યો હતો. ભૂકંપના સમાચારથી કલેક્ટર તંત્રએ પણ હરકતમાં આવવાની ફરજ પડી હતી. કેન્દ્ર બિંદુ સુરતની પાસે હોવાનું જાણવા મળતા કલેક્ટર મહેન્દ્ર પટેલે તુરંત કામરેજ પ્રાંત અધિકારી અને મામલતદારને એપી સેન્ટર ભાદા ગામે જઈ ત્યાંની સ્થિતિની જાણકારી આપવા સુચના આપી હતી. ગામમાં કે આસપાસ ક્યાંય પણ કોઈ નુકશાન થયાના અહેવાલ નથી.

રાજયમાં કોઇ જાનહાનિ નથી, ગંભીર નુકશાન નથી : રાજય સરકાર

ગાંધીનગર|રાજયમાં સુરત, ભાવનગર, અમરેલી સહિતના વિસ્તારમાં ભૂકંપના આંચકા આવતા રાજય સરકારે તાત્કાલિક સમિક્ષા હાથ ધરી દીધી હતી. મુખ્યમંત્રી આનંદીબેન પટેલે અને રાહત કમિશ્નર મનિષ ભરદ્વાજે તમામ જિલ્લા કલેકટર સાથે પરામર્શ કરીને જાણકારી મેળવી હતી. કમિશ્નર ભારદ્વાજના કહ્યા પ્રમાણે કોઇ સ્થળમાં નુકશાનના અહેવાલ મળ્યા નથી ઉપરાંત કોઇ જાનહાનિ પણ થઇ નથી.

નવી દિલ્હી | પંજાબ,પાકિસ્તાન તેમ જાપાનમાં પણ રવિવારે ભૂકંપના હળવા આંચકા અાવ્યા હતા. પંજાબના અમૃતસર અને જાલંધરમાં સાંજે 5.24 કલાકે ધરા ધ્રૂજી હતી. પાકિસ્તાનમાં લાહોર નજીક આવેલા 4.6ની તીવ્રતાના ભૂકંપ બાદ આંચકો અનુભવાયો હતો. પાકિસ્તાનમાં લાહોર ઉપરાંત શેખુપુરા સહિત અન્ય કેટલાંક સ્થળોએ પણ આંચકો અનુભવાયો હતો. દરમિયાન, જાપાનના ટોક્યોમાં તેમ ઘણા પૂર્વીય ભાગોમાં પણ 5.0ની તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો.

ભૂકંપનું કેન્દ્ર બિંદુ સુરતથી 14 કિલોમીટર દૂર ભાદા ગામે નોંધાયું હતું, નુકસાન બાબતે કામરેજના મામલતદાર યુ.એન. જાડેજાએ ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે ભૂકંપને લઈને તાલુકામાં કોઈ નુકસાન થયું નથી. હાલ એક ટીમ ભાદા ગામમાં છે.

‘જૂની ફોલ્ટલાઇન લંબાતા ખતરો’

^આભૂકંપમાં વિશેષ બાબત છે કે જૂની ફોલ્ટ લાઇનનો છેડો લંબાયો છે. જેથી ભૂકંપ બાદ ભવિષ્યમાં જમીનની અંદર ધીરેધીરે હિલચાલ વધશે. એપી સેન્ટર સુરતથી નજીક હોવાથી ભવિષ્યમાં ફરી ભૂકંપ આવી શકે તેવી શક્યતા પણ છે. > ડો.અતુલદેસાઈ, પ્રોફેસર,S.V.N.I.T.

એપી સેન્ટર સુરત જિલ્લાના કામરેજનું ભાદાગામ

રાંદેરનાં એક જુના મકાનમાં નુકસાન થયું હતું. તસવીર- હેતલ શાહ

કામરેજનું ભાદા ગામ

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

    વધુ વાંચો