તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • વડા પ્રધાન નરેન્દ્ર મોદીની આજે કડોદરામાં જાહેર સભા યોજાશે

વડા પ્રધાન નરેન્દ્ર મોદીની આજે કડોદરામાં જાહેર સભા યોજાશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સોમવારેપીએમ મોદીની જાહેરસભાનુ આયોજન કડોદરામાં હનુમાન મંદિરના ગ્રાઉન્ડમાં સાંજે 5 કલાકે થયું છે. સભામાં એક લાખથી વધુ લોકોને ધ્યાનમાં રાખી વ્યવસ્થાઓ કરાઇ છે.જાહેરસભા કામરેજ ચાર રસ્તા પાસે ગ્રાઉન્ડમાં થવાની હતી. લોકો મોટી સંખ્યામાં આવવાના હોવાથી સભાનું સ્થળ બદલીને કડોદરા ખાતે લઇ જવાયુ છે. સ્થળ બદલવાનુ બીજુ એક કારણ એવુ પણ છે કે પાટીદારની સાથે,યુપી અને મરાઠી જેવા પરપ્રાંતીયોને અસર પાડી શકાય. જગ્યાથી સચિન, પાંડેસરા અને ઉધના જેવા પરપ્રાંતીયોની વસ્તી વાળા વિસ્તારો પણ નજીકમાં હોવાથી જાહેરસભાની અસર પડી શકે તેમ હોવાના કારણે સભાનુ સ્થળ બદલવામાં આવ્યુ છે. બંદોબસ્તમાં એક IG 7, SP 14, DYSP 26 ,PI અને 60 PSIનો સમાવેશ થાય ઉપરાંત 450 પોલીસ કોન્સ્ટેબલ, 100 મહિલા પોલીસ, 100 હોમગાર્ડ્ઝ અને એસઆરપીની બે કંપનીને પણ તૈનાત થઈ છે.

અન્ય સમાચારો પણ છે...