તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • રાહુલની રેલીઓ ફ્લોપ : ભાજપ તો તમે 40 મંત્રી કેમ ઉતાર્યા : કૉંગ્રેસ

રાહુલની રેલીઓ ફ્લોપ : ભાજપ તો તમે 40 મંત્રી કેમ ઉતાર્યા : કૉંગ્રેસ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાહુલગાંધી ગુજરાતથી દિલ્હી પરત આવી ગયા છે પણ તેમના શાબ્દિક પ્રહારો યથાવત રહ્યા છે. રવિવારે રાહુલે ટ્વિટરના માધ્યમથી મોદી પર નિશાન સાધ્યું હતું. રાહુલે લખ્યું હતું કે વડાપ્રધાનનો મેક ઇન ઇન્ડિયા પ્રોજેક્ટ હાંફી રહ્યો છે. ગુજરાતના લોકોએ આપેલા ટેક્સના 33 કરોડ રૂપિયા બરબાદ થઈ ચૂક્યા છે. માટે કોણ જવાબદાર ગણાશેω રાહલે ટ્વીટની સાથે એક સમાચાર પણ શૅર કર્યા હતા, જેમાં ટાટા નેનોનું વેચાણ ઘટ્યું હોવાનો અહેવાલ છે. રાહુલની ટ્વીટ બાદ ભાજપ-કૉંગ્રેસ આમને સામને થઈ ગયા હતા. ભાજપના આઇટી સેલના વડા અમિત માલવીયે રાહુલની સભાનો વીડિયો દર્શાવતા કહ્યું હતું કે ગુજરાતમાં રાહુલની એકપછી એક સભાઓ ફ્લોપ થઈ રહી છે અને તેમની સભામાં મેદાન ખાલીખમ છે. જવાબમાં કૉંગ્રેસના પ્રિયંકા ચતુર્વેદીએ કહ્યું હતું કે રાહુલને કારણે બીજેપી ચિંતામાં હોય તો પછી તેમણે 40 મંત્રી અને 6 રાજ્યના સીએમ શા માટે ઉતાર્યા છેω રાહુલની લોકપ્રિયતા દર્શાવે છે.

યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે રવિવારે સુરતમાંહતા. યોગીએ કહ્યું, યુપીએ સરકારે રામસેતુનું અસ્તિત્વ નહીં હોવાની સુપ્રીમમાં એફિડેવીટ કરી હતી. રામનું અસ્તિત્વ નકારનારા હવે મંદિર-મંદિર દોડી રહ્યા છે.

રામને નકારનારા હવે મંદિર મંદિર દોડી રહ્યા છે

સુરતમાં યોગીનો રાહુલ પર કટાક્ષ

અન્ય સમાચારો પણ છે...