તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • જોબવર્ક કરાવી 14 લાખની છેતરપિંડી કરનાર બે ઝડપાયા

જોબવર્ક કરાવી 14 લાખની છેતરપિંડી કરનાર બે ઝડપાયા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રૂ.13.95 લાખનું એમ્બ્રોઇડરીનું જોબવર્ક કરાવ્યા બાદ નાણાં ચૂકવી છેતરપિંડી કરનાર વેપારી સહિત બેની પૂણા પોલીસે ધરપકડ કરી છે.

પરવટ ગામના પરસોતમ નગરના રાજકુમારસિંગ કુસ્વાહા પાસે 29-7-17 થી તા.6-10-17માં 4 વેપારીઓએ સાડીમાં એમ્બ્રોઇડરી વર્ક કરાવ્યું હતું. જેની કિંમત રૂ. 13,95,680 થાય છે. વેપારી મોબાઈલ અને દુકાન બંધ કરી નાસી છૂટ્યા છે. પૂણા પોલીસે સાડીના વેપારી રસિક છગન વણપરિયા, અલ્પેશ પટેલ, ઉસ્માન નવીવાલા તેમજ લાલજી કામજી ઢોલાની સામે છેતરપિંડીનો ગુનો નોંધ્યો હતો. પૂણા પોલીસે વેપારી રસિક છગન વણપરિયા(રહે: રિવેરા, સાંઈ મિલન રેસીડન્સી સામે, સુદામા ચોક, મોટા વરાછા) તથા દલાલ ઉસ્માન અબ્દુલ્લા નવીવાલા (રહે, મદની ફલેટ, સાબરી નગર, ભરીમાતા રોડ, ચોકબજાર)ની ધરપકડ કરી છે.

અન્ય સમાચારો પણ છે...