યુએલસી હેઠળની જમીનમાં રૂપિયા 10 કરોડની આવક

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત| શહેરીજમીન ટોચ મર્યાદા કાયદા હેઠળની જમીન પર બનેલા મકાનોને કાયદેસર કરવામાં આવી રહ્યા છે. સરકારના કાયદાથી લોકો પર દબાણની લટકતી તલવાર હવે દૂર થઈ રહી છે. માટે ત્રણ દિવસ પહેલા 1100 જેટલી સનદ આપવામાં આવી છે. જેના થકી સરકારને 10 કરોડની આવક થઈ છે.

શહેરમાં ત્રણ દિવસ પહેલા મહેસુલમંત્રીના હસ્તે 1100 જેટલી સનદ આપવામાં આવી છે. સનદ યુએલસીની જમીન પર બનેલા દબાણો કાયદેસર કરવા બાબતે આપવામાં આવી છે. શહેરી જમીન ટોય મર્યાદા કાયદા તળે ફાજલ થયેલ અને રહેણાંકના દબાણ સાથે કબજે આવેલ જમીનનો ભોગવટો કાયદેસર કરવા માટે સરકાર દ્વારા વર્ષ 2016માં વટહુકમ બહાર પાડ્યો હતો. સુરતમાં 12000 જેટલા મકાન આવી જમીન પર બનેલા છે. જે પૈકી 10 હજાર જેટલા લોકોએ ફોર્મ ભર્યા છે. તમામ લોકો પૈસા ભરીને સનદ મેળવે ત્યાં સુધીમાં સરકારને માત્ર સુરત શહેર માંથી 100 કરોડની આવક થવાનો અનુમાન છે.

પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ માત્ર શહેરમાંથી સરકારને 100 કરોડની આવક થશે

અન્ય સમાચારો પણ છે...