હોસ્પિટલમાં નર્સનો ફોનની ચોરી કરતો એક ઝડપાયો
સુરત |રિંગરોડ સબજેલ પાસે આવેલી સીતા આર્થોપેડીક હોસ્પિટલમાં રવિવારે વહેલી સવારે અડાજણ આનંદ મહેલ રોડ પ્રમુખ દર્શન એપાર્ટમેન્ટ ખાતે રહેતો કિરણ ઉર્ફે વિકાસ રણધીરભાઈ પુરોહીત પ્રવેશ્યો હતો અને તેણે હોસ્પિટલમાં અવર જવર શરૂ કરી હતી. અજાણ્યા યુવકને વારંવાર અવર જવર કરતો જોઈને હોસ્પિટલના સ્ટાફને શંકા ગઈ હતી. દરમિયાન કિરણ ઉર્ફે વિકાસે હોસ્પિટલની સ્ટાફ નર્સ જયાબેનનો મોબાઈલ ચોરી કરવાની કોશીશ કરી હતી. જોકે સ્ટાફને અગાઉ થી તેના પર શંકા ગઈ હોવાથી તેને ચોરીની કોશીશ કરતા રંગે હાથ ઝડપી પાડ્યો હતો. સીતા હોસ્પિટલમાં નોકરી કરતા અને ત્યાજ રહેતા ચંદ્રકેશ રાજદેવભાઈ શુક્લાએ ખટોદરા પોલીસને જાણ કરી તેને પોલીસના હવાલે કર્યો હતો અને તેના વિરૂધ્ધ ચોરીની કોશીશની ફરીયાદ નોંધાવી હતી.