ગ્રાન્ટેડ શાળાના આચાર્યો-શિક્ષકો આખરે 17મીથી મોરચો ખોલશે
મંગળવારે મુખ્યમંત્રીથી લઇ તમામ મંત્રીઓને આવેદનપત્ર આપી આંદોલનનો પ્રારંભ કર્યો છે. એટલું નહીં આગામી 17મીએ રાજ્યના તમામ ગ્રાન્ટેડ શાળાના આચાર્યો-શિક્ષકો દિવસીય માસ સીએલ પર ઉતરશે.
સાતમાં પગાર પંચ, ટ્રાન્સપોર્ટ એલાઉન્સ, ફિકસ પગારદારોના પગાર વધારો સહિતના મુદ્દે ગુજરાત રાજ્ય શૈક્ષણિક સંઘ દ્વારા અવારનવાર રજૂઆતો કરતાં સરકારે દર વખતે ખાત્રીનું પાલન કરવાના બદલે બહાનાબાજી કરતાં શિક્ષકોમાં આક્રોશ ફેલાયો છે. જેથી શિક્ષકો સોમવારે તમામ શૈક્ષણિક સંઘના હોદ્દેદારોએ આખરે સરકાર સામે પોતાનાં પ્રશ્નોના ઉકેલ માટે બાંયો ચઢાવી આંદોલનનાં શ્રીગણેશ કર્યા છે. ગાંધીનગર આચાર્ય ભવનમાં આજે ગુજરાત રાજ્યનાં ગ્રાન્ટેડ શાળાના આચાર્ય સંઘ, ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘ, મા. શિક્ષક સંઘ, વહીવટી કર્મચારી સંઘ તથા સંચાલક મંડળના તમામ જિલ્લા કક્ષાના પ્રમુખ-મંત્રીઓ 500થી વધુ સંખ્યામાં એકત્ર થઇ સચિવાલય ખાતે જઇ મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, તથા તમામ ઉપસ્થિત મંત્રીઓને આવેદન આપી આંદોલનો પ્રારંભ કર્યો છે. આગામી 10 જુલાઇના રોજ બપોરે 3 કલાકે તમામ જિલ્લા કલેક્ટરો, ડીઇઓને આવેદનપત્રો આપીને મૌન ધરણાં કરશે. 17 જુલાઇએ ગ્રાન્ટેડ શાળાના આચાર્યો, શિક્ષકો માસ સી.એલ લેશે.
વ્યાયામ શિક્ષકો ખેલમહાકુંભનો બહિષ્કાર કરશે
શૈક્ષણિકસંઘના પ્રવક્તા પંકજ પટેલે આંદોલનના કાર્યક્રમની જાહેરાત કરતાં જણાવ્યું હતું કે ખેલમહાકુંભનો તમામ આચાર્યો તથા વ્યાયામ શિક્ષકો બહિષ્કાર કરી રજિસ્ટ્રેશનની કામગીરીનો બહિષ્કાર કરશે. બોર્ડના સભ્યો બોર્ડની કામગીરીનો પણ બહિષ્કાર કરશે.
સાતમુ પગાર પંચ વગેરે બાબતે સરકારે માત્ર લોલીપોપ આપી, મુખ્યમંત્રીથી લઇ તમામ મંત્રીઓને વિવિધ શૈક્ષણિક સંઘોનાં આવેદન