સેક્રેટરીની દરખાસ્ત દફતરે કરવા મેયરે ધમપછાડા કર્યા
8 સેક્રેટરીની , 16 આસીસટન્ટ કમિશનર અને ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસરની ભરતી કરવા માટે બે અરજીને માન્ય રાખવાનો નિર્ણય ખડી સમિતિમાં આજે કરાયો હતો. બાદ તમામ ઉમેદવારોને 10મી જુલાઇએ ઇન્ટરવ્યુ માટે બોલાવવાનુ નક્કી કરાયું હતું. છેલ્લા થોડા દિવસોથી પાલિકામાં એવી ચર્ચા શરૂ થઇ હતી કે મેયરના માનીતા એવા ઇન્ચાર્જ સેક્રેટરી અશોક પટેલ સેવા નિવૃત થાય ત્યાં સુધી સેક્રેટરી તરીકે રાખવા માટે હાલમાં આવેલી સેક્રેટરીની દરખાસ્તને ખડી સમિતિમાં દફતરે કરી દેવાશે પરંતુ આજે ખડી સમિતિએ સેક્રેટરી માટે આઠ ઉમેદવારોને બોલાવવાનો નિર્ણય કર્યો છે.
પોતાની ટર્મ પતે ત્યાં સુધી માનીતા અશોક પટેલને ઇનચાર્જપદે રાખવા એડીચોટીનું જોર
પોતાનીટર્મ પતે ત્યાં સુધી પોતાના માનીતા એવા અશોક પટેલ ઇન્ચાર્જ સેક્રેટરી પદે ચાલુ રહે તે માટે છેલ્લે સુધી મેયરે એડીચોટીનું જોર લગાવ્યું હતું. માટે મળેલી સંકલન બેઠકમાં પણ મેયરે સેક્રેટરીની દરખાસ્ત દફતરે કરી દેવા માટે ભારે ધમપછાડા કર્યા હતા. તેમાં સેક્રેટરીની બહાર પાડેલી જાહેરાતમાં વિસંગતતા હોવાની વાત કરીને દરખાસ્તને દફતરે કરી દેવા માટે જણાવ્યું હતું. પરંતુ રાજ્ય સરકારે જે પ્રમાણે મંજૂરી આપી છે તે પ્રમાણે જાહેરાત બહાર પાડી હોવાની દલીલ થતા મેયરે શરૂ કરેલી ધમપછાડા હેંઠા પડયા હતા.
આજે મહાપાલિકાની ખડી સમિતિમાં શાસનાધિકારી પદના ઇન્ટરવ્યૂ યોજાશે, 48 ઉમેદવારોને બોલાવાયા