મિલકત વિવાદમાં સીપી સામે હાઈકોર્ટમાં કન્ટેમ્પ્ટ અરજી
પાંડેસરા બમરોલી રોડ છત્રપતી શિવાજી નગર ખાતે રહેતા મંગલભાઈ રાધે યાદવ કલરના વ્યવસાય સાથે સંકડાયેલા છે. તેમણે પત્નીના નામથી પાંડેસરાની બમરોલીના દિપકનગરમાં પ્લોટ નં. 33,34,35 વાળી મિલ્કત ગઈ તા.14-07-2003ના રોજ અરૂણકુમાર પ્રભુનાથ પાંડ,શિવદાસ પવાર પાસેથી ખરીદી હતી. તા.14 મે 2015ના રોજ છોટુ પટેલ, શંકર પટેલ, અને ભગુ પટેલે આવીને મિલ્કત ખાલી કરવા ધમકી આપી હતી. જેથી મંગલે પોલીસ કંટ્રોલને કરી હતી. જોકે ઘટના સ્થળે પહોંચેલી પોલીસ આરોપીઓને પકડવાની જગ્યાએ તેમને સાથે લઈ ગઈ હતી અને સાંજ સુધી પોલીસ મથકે બેસાડી છોડી દીધા હતા. બાદ 23 ઓક્ટો. 2015 રોજ તેમના પ્લોટ પર તોડફોડ કરી હતી. જેથી મંગલે તત્કાલીન પોલીસ કમિશનર રાકેશ અસ્થાનાને અરજી કરી હતી. પરંતુ પોલીસે કાર્યવાહી કરતા મામલો હાઈકોર્ટમાં પહોંચ્યો હતો હાઈકોર્ટના જસ્ટીસે ગુનાની ગંભીરતાને ધ્યાને રાખીને પો. કમિ. અસ્થાનાને જાતે તપાસ કરી જો ગુનો બનતો હોય તો જે તે ફરીયાદ નોંધવા, બને તો તેની લેખીત જાણ ફરિયાદીને કરવા હુકમ કર્યો હતો. છતાં તેમની ફરિયાદ નોંધાઈ હતી. આખરે હાઈકોર્ટમાં પોલીસ કમિશનર સામે કન્ટેમ્પ્ટની અરજી કરી હોવાનું જાણવા મળ્યું છે.
પાંડેસરાના રહીશે હાઇકોર્ટમાં અરજી કરી