• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • સુરત | અઠવાગેટસ્થિત નાનપુરા જૈન સંઘમાં વર્ષાવાસ કાજે પધારેલા જૈનાચાર્ય

સુરત | અઠવાગેટસ્થિત નાનપુરા જૈન સંઘમાં વર્ષાવાસ કાજે પધારેલા જૈનાચાર્ય

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત | અઠવાગેટસ્થિત નાનપુરા જૈન સંઘમાં વર્ષાવાસ કાજે પધારેલા જૈનાચાર્ય પૂ.કુલચંદ્રસૂરિજી મ.પૂ.આ.શ્રી રશ્મિરાજસૂરિજી મ.અને પૂ.પંન્યાસપ્રવર શ્રી પદ્મદર્શનવિજયજી મહારાજની પુનિત નિશ્રામાં પ્રવચન માળાનો પ્રારંભ થયો હતો. પ્રવચનપ્રસાદી પાઠવતાં પૂજય પંન્યાસપ્રવર શ્રી પદ્મદર્શનજી મહારાજે જણાવ્યું કે સંસારના તમામ દુ:ખો અને સમસ્યાઓએ હલ કરવાનું કામ પ્રભુએ બતાવેલો ધર્મ કરે છે. તમામ સુખોનો સ્ત્રોત માત્રને માત્ર ધર્મ નામની ફેકટરીમાંથી વહિ રહ્યો છે.જેમ વહેતીનદી કચરાને સાફ કરીને પાણીને નિર્મલ રાખે છે તેમ વહેતો ધર્મ દોષોરૂપી કચરાને સાફ કરીને આત્માને પવિત્ર રાખે છે. સંસ્કારોથી સુસજ્જ બનેલો આત્મા સર્વત્ર લોકપ્રિય બને છે.સંસ્કારોનો વારસો જયાં સુધી જીવંત હશે ત્યાં સુધી સદગુણોની સુવાસ મહેંકતી રહેશે. આજે સમગ્ર પરિવાર અને સમાજમાં સંસ્કારોના અભાવમાં વાતાવરણ પલટાયું છે. દરેકને આઝાદી જોઇએ છે. માતા-પિતા સંતાનોને કાંઇ કહી શકતા નથી. કાંઇક કહેવાનું રિસ્ક લેતો ભયંકર રીએકશન આવતું હોય છે.

અન્ય સમાચારો પણ છે...