લખપતિની લિફ્ટ ફરી ખોટકાઈ 2 દર્દી અને વોર્ડબોય ફસાઈ ગયા
ફાયર બ્રિગેડ પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ પાલિકાની નાણાંવટ ખાતે આવેલી લખપતિ હોસ્પિટલમાં બપોરના 12.04 વાગ્યાના અરસામાં હોસ્પિટલની લિફ્ટ પહેલા માળ પાસે બંધ થઈ ગઈ હતી. લિફ્ટ ખોટકાઈ જતાં તેમાં, વોર્ડ બોય ગિરીશ ઈશ્વરભાઈ પટેલ તથા બે દર્દી નદીમ કાઝી અને નાઝીમ મણિયા એમ ત્રણ જણાં ફસાઈ જતાં દોડધામ મચી ગઈ હતી. બુમાબુમ થતાં અમિત પટેલ નામની વ્યક્તિએ ફાયર બ્રિગેડને મામલે જાણ કરી હતી. ફાયરમાં કોલ જતાં ઓફિસર હાર્દીક પટેલ લાશ્કરો સાથે તરત સ્થળ પર પહોંચી ગયા હતા અને ત્રણેયને હેમખેમ બહાર કાઢ્યા હતા.
હાર્દીક પટેલે જણાવ્યું હતું કે, બે દર્દી અને એક વોર્ડ બોય ફસાઈ ગયાં હતાં. લિફ્ટમાં ટેકનિકલ ખામીએ લિફ્ટનું લેવલ અપડાઉન થઈ ગયું હતું. તેથી ડોર-કી ઓપન કરીને દરવાજો ખોલીને હેમખેમ બહાર કાઢ્યા હતા. ઘટના અંગે હોસ્પિટલના મેડિકલ ઓફિસરનું પણ ધ્યાન દોરવામાં આવ્યું હતું.
આજ સુધીમાં પ્રકારની ત્રીજી ઘટના
લખપતિહોસ્પિટલમાં લિફ્ટ ખોટકાવાની બનેલી ઘટના કંઈ પહેલી નથી. અગાઉ પણ લિફ્ટ ખોટકાવાના બનાવ ફાયરમાં નોંધાયા હતા. થોડા મહિના પહેલાં લિફ્ટમાં બે ડોક્ટરો ફસાઈ ગયા હતા. તો અગાઉ વ્યક્તિ ફસાઈ હોવાની માહિતી મળી છે. લિફ્ટ કંપનીમાં મામલે જાણ કરાતાં કંપનીના માણસોએ આવી રિપેરિંગ કામ હાથ ધર્યું હોવાનું ઓફિસરે જણાવ્યું હતું.
મહાપાલિકાના સરકારી કારભારનો વરવો નમૂનો
15 મિનિટ સુધી ફસાઈ રહ્યા બાદ ફાયરબ્રિગેડે બહાર કાઢ્યા, થોડા મહિના અગાઉ તબીબો સલવાયા હતા