• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • સુરત | ઉધનાનીધી નાશીક મર્ચન્ટ કો.ઓ.બેન્ક માંથી એમ્બ્રોઈડરી મશીન ખરીદવાના

સુરત | ઉધનાનીધી નાશીક મર્ચન્ટ કો.ઓ.બેન્ક માંથી એમ્બ્રોઈડરી મશીન ખરીદવાના

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત | ઉધનાનીધી નાશીક મર્ચન્ટ કો.ઓ.બેન્ક માંથી એમ્બ્રોઈડરી મશીન ખરીદવાના બહાને કરોડોની વર્કીંગ કેપીટલ લોન લઈ બેંક સાથે રૂ.4.5 કરોડથી વધુની છેતરપીંડી કરી હોવાની જુદી જુદી બે ફરીયાદો નોંધાઈ છે. ખટોદરા પોલીસે બેંક મેનેજરની ફરીયાદના આધારે ગુના નોંધી તપાસ શરૂ કરી છે.

ઉધના દરવાજા ધી નાશીક મર્ચન્ટ કો.ઓપરેટીવ બેન્કના મેનેજર માધવ ચંદર ધુળેએ ખટોદરા પોલીસ મથકમાં નોંધાવેલી ફરીયાદ મુજબ કતારગામ દેવ પ્રયાગ રેસીડન્સી ખાતે રહેતા અને આયાન ફેબ્રીક્સના પ્રોપાઈટર દેવેન્દ્ર કાંતીલાલ ધાનાણી, કિંજલ સુધીર ધાનાણીએ 2015માં તેમની બેંકનો સંપર્ક કર્યો હતો અને વર્કીંગ કેપીટલ લોન માટે અરજી કરી હતી. સીએ સુધીર કાંતીલાલ ધાનાણી સાથે મળીને હરદાસ નાસીત (રહે. શુભમ રો હાઉસ, લસકાણા) અને દર્શના છાગ (રહે. લક્ષ્મી રેસીડેન્સી, કતારગામ)ને ગેરન્ટર તરીકે બેંકમાં રજુ કરી રૂ.2.5 કરોડની લોન લીધી હતી. બાદમાં તમામ રકમ અંદરોઅંદર વાપરી નાખી હતી અને વ્યાજ સહીત રૂ.3,06,34,964 ભરપાઈ કર્યા હતા. જેથી બેંક મેનેજરે પાંચેય સામે ફરીયાદ નોંધાવી હતી. આવી રીતે વિનોદ પટેલ, નિતા સાતપરા અને રમેશ તડતીયાએ પણ સીએ સુધીર સાથે મળીને રમેશ ગોહીલ અને હિતેશ સોનીને ગેરંટર બનાવી રૂ.1,45,41,123ની લોન ભરપાઈ કરી હતી. જેથી મેનેજર માઘવ ઘુ‌ળેએ તેમની સામે પણ ખટોદરા પોલીસમાં ફરીયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...