• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • સુરત |ઉધનાના નરેશ રમેશભાઈ પટેલ (17) કાપોદ્રા વિસ્તારમાં ચાઈનિઝ ફૂડનો

સુરત |ઉધનાના નરેશ રમેશભાઈ પટેલ (17) કાપોદ્રા વિસ્તારમાં ચાઈનિઝ ફૂડનો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત |ઉધનાના નરેશ રમેશભાઈ પટેલ (17) કાપોદ્રા વિસ્તારમાં ચાઈનિઝ ફૂડનો ધંધો કરતાં કામીલ નામના વ્યક્તિને ત્યાં કામ કરેે છે. ગત સોમવારે રાત્રે કામીલ તેના ત્રણ મિત્ર અને નરેશ એમ પાંચ જણાં બે બાઈક પર સરદાર માર્કેટની કેન્ટીનમાં જમવા માટે ગયાં હતાં. ત્યાં જમ્યા બાદ રાત્રે એકાદ વાગ્યાના સુમારે બહાર નીકળ્યા હતાં ત્યારે કામીલ અને બીજા બે જણા બાઈક પર જતા હતાં તેમની પાછળ બીજી બાઇક પર નરેશ અને કામીલનો 30 વર્ષીય મિત્ર નીકળ્યા હતાં. દરમિયાન એક પૂરપાટ ઝડપે આવેલી ટ્રક ચાલકે બંનેને અડફેટમાં લઈ લીધા હતાં. અકસ્માતમાં ટ્રક ચાલક ફરાર થઈ ગયો હતો તો નરેશ અને અજાણ્યાને ઈજાઓ પહોંચી હતી. તેમાં, અજાણ્યા ઈસમનું મરણ થયું હતું.

સરદાર માર્કેટ પાસે રાત્રે ધસમસતી ટ્રકે બેને ઉડાવ્યા, 1નું મોત નિપજ્યું

અન્ય સમાચારો પણ છે...