IT ઇન્વેસ્ટિગેશનના વડા નબારની બદલી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મંગળવારે મોડી સાંજે સીબીડીટી દ્રારા પીસીઆઇટી અને સીઆઈટીમા બદલી કરવામા આવી હતી.જેમાં સુરત ઇન્કમટેક્સની ઈન્વેસ્ટીગેશન વિંગના વડા રાજીવ નબારની પણ ઇન્વેસ્ટીગેશન વિંગમાંથી pcit-1નો ચાર્જ સોપવામાં આવ્યો છે.

છેલ્લા દોઢ વર્ષથી આઈટીના ઇન્વેસ્ટીગેશન વિંગના વડા તરીકે ફરજ બજાવતા રાજીવ નબારે નારાયણ સાંઈ અને ભજીયાવાલા જેવા કેસની કમાન સંભાળી હતી. સાથે આઈટી દ્રારા 10 હજાર કરોડની ડિમાન્ડ પણ ઊભી કરાઇ હતી. રાજીવ નાબારની બદલી સુરતમાં pcit-1 મા કરાઈ છે.જેમાં રેન્જ 1,2,3નો સમાવેશ થાય છે. રાજીવ નબારની જગ્યાએ અમદાવાદના અજીત જૈનને ચાર્જ સોપવામાં આવ્યો છે ઉપરાંત સુરત cait-2માં મનોજકુમાર દુબેની નિમણુંક કરવામાં આવી છે.

રાજીવ નબારે નારાયણ સાઈ-ભજિયાંવાલા જેવા કેસની કમાન સંભાળી હતી

અન્ય સમાચારો પણ છે...