તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • મૂર્તિ વિસર્જન મુદ્દે પોલીસ કમિ.નો અને NGTનો હુકમ વિરોધાભાસી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મૂર્તિ વિસર્જન મુદ્દે પોલીસ કમિ.નો અને NGTનો હુકમ વિરોધાભાસી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સપ્ટેબરમાંઆયોજિત થનાર સુરતનાં સૌથી મોટા ઉત્સવ એવા ગણેશ ચતુર્થીને લઇ અત્યારથી તૈયારીઓનો દોર શરૂ થઇ ચુક્યો છે. દર વર્ષે તાપીમાં ગણેશ વિસર્જનનાં દિવસે મોટી સંખ્યામાં પીઓપીની મૂર્તિનું તાપીમાં વિસર્જન કરી દેવામાં આવે છે. તાપીમાં પ્રદૂષણ થાય તે માટે પીઓપીની પ્રતિમાઓ કૃત્રિમ તળાવમાં વિસર્જન કરવાનો હૂકમ પોલીસ કમિશનર દ્વારા કરવામાં આવે છે અને પાલિકા પણ આવા કૃત્રિમ તળાવો બનાવે છે. છેલ્લા પાંચ વર્ષની સુરત સિટીઝન્સ કાઉન્સિલ ટ્રસ્ટ તરફથી તાપી નદીમાં મૂર્તિઓના વિસર્જનને પરિણામે થતાં પ્રદૂષણને અટકાવવા માટે ગણેશ ઉત્સવ મંડળ, કમિશનર, પાલિકા કમિશનર,કલેક્ટર અને જીપીસીબી બોર્ડ વગેરેને અપિલ કરવામાં આવી છે. જેના અનુસંધાને વર્ષ 2014માં ગુજરાત હાઇકોર્ટમાં જાહેર હિતની અરજી તથા વર્ષ 2015માં નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ વેર્સ્ટન ઇન્ડિયા બેન્ચ પૂણેમાં પણ પીઆઇએલ દાખલ કરવામાં આવી હતી અને બેન્ચ દ્વારા તા.15-10-2015નાં રોજ તમામ મૂર્તિઓનું વિસર્જન મહાનગર પાલિકા દ્વારા નિર્મિત કૃત્રિમ તળાવોમાં કરવામાં આવે તો તેવો હૂકમ કરવામાં આવ્યો છે. વર્ષે પણ સુરત પોલીસ કમિશનર તરફથી તા.22 જૂનનાં રોજ એક જાહેરનામું બહાર પાડ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

    વધુ વાંચો