તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Surat
 • રૂદરપુરાની પોલીસ લાઈનમાં આરીફના જુગારખાના પર છાપો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રૂદરપુરાની પોલીસ લાઈનમાં આરીફના જુગારખાના પર છાપો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
રૂદરપુરાપોલીસ લાઇન ખાતે ધમધમી રહેલા આરીફ મીંડીના જુગારખાના પર પોલીસે દરોડો પાડી 9 જુગારીને ઝડપી પાડ્યા હતા.

શહેરના રૂદરપુરા પોલીસ લાઈનના ખુલ્લા મેદાનમાં કુખ્યાત આરીફ મીંડીનું જુગારખાનું ધમધમી રહ્યું હોવાની બાતમી મળતા અઠવા પોલીસે શનિવારે મળસ્કે છાપો માર્યો હતો. જેમાં પોલીસે જુગાર રમી રહેલા 9 જુગારીઓને ઝડપી પાડ્યા હતા. પોલીસે ત્યાંથી દાવ પરના રોકડા રૂ.52,200 તેમજ નાળના રૂ.9600 અને જુગારીઓની તલાશી માંથી મળી આવેલા રૂ.1,68,305 અને 11 મોબાઈલ ફોન સહીત કુલ રૂ.2,87,505નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

જોકે જુગારધામ ચલાવી રહેલા આરીફ મીંડી, નુરૂદ્દીન ઉર્ફે નુરા, યુનુસ ઉર્ફે ચુહો અને ટાયગર સહીતના સુત્રધારોને જાણ થઈ જતા તેઓ નાસી છૂટ્યા હતા.

પોલીસ છાપો મારવાની છે તેની અગાઉથી જાણ થઈ જતાં સૂત્રધાર આરીફ મીંડી અને તેના સાગરીતો ગણતરીની મિનિટો પહેલાં ફરાર થઈ ગયા હતા.

પોલીસ લાઇન પાસે આરીફ મીંડી દ્વારા ચલાવાતા જુગારખાના પરથી પોલીસને દારૂ તથા બીયરની બે ખુલ્લી બોટલો, મીનરલ વોટરની 16 બોટલો તેમજ બેટરી અને લાઈટની પણ સુવીધા કરી આપવામાં આવી હતી. તેમને પોલીસનો કોઈ ડર હતો.

માહિતી લીક થઈ ગઈ

લાઈટ-દારૂની સુવિધા!

9 જુગારી પાસેથી રોકડા 52,200, નાળના 9600, 11 ફોન મળી 2. 87 લાખની મતા કબજે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

  વધુ વાંચો